Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:20 એપ્રિલથી જનગણના: 4000 કર્મીઓ 23.57 લાખ લોકોની માહિતી એકઠી કરશે

    2 weeks ago

    મહેસાણા જિલ્લામાં આગામી તા.20 એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે અને 19 મે સુધી ચાલુ રહેશે. સામાન્ય રીતે દર 10 વર્ષે થતી જનગણના કોરોના મહામારીના કારણે 2021માં થઈ શકી નહોતી, તેથી હવે તે ડિજિટલ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જિલ્લામાં અંદાજે 4,948થી વધુ કર્મચારીઓ 20 એપ્રિલથી આ કામગીરીમાં જોડાશે. નિયમ મુજબ 750 થી 800 વસ્તી દીઠ એક ગણતરીદાર અને 6 ગણતરીદાર દીઠ એક સુપરવાઇઝર ફાળવવામાં આવશે. હાલમાં જિલ્લા કક્ષાએ સોમવારથી ફિલ્ડ ટ્રેનરોની ત્રણ દિવસીય તાલીમ શરૂ થઈ છે. ત્યાર બાદ ગણતરીદારોની નિમણૂક શરૂ થશે. આ તમામ કર્મચારીઓ મોબાઇલ એપ દ્વારા ઘર-ઘર જઈ રિયલ ટાઈમ ડેટા એકત્ર કરશે, જે ડેટા સીધા સર્વર પર અપલોડ થશે. પ્રારંભિક અંદાજ મુજબ, જિલ્લામાં વસ્તી 23.57 લાખ સુધી પહોંચી શકે છે. આ જનગણનામાં સમગ્ર પ્રક્રિયા પ્રથમ વખત ડિજિટલ મોડમાં થશે. નાગરિકોને સ્વ-ગણતરી કરવાની પણ તક મળશે. ઉપરાંત, આ વખતે ૪૦૦૦ કર્મીઓ ૨૩.૫૭ વિસ્તૃત જાતિ ગણતરી પણ સામેલ રહેશે. પ્રથમ તબક્કામાં શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં મકાનોની ગણતરી થશે અને ૭૫૦ થી ૮૦૦ મકાનનો એક બ્લોક બનાવાશે. ત્યારબાદ બીજા તબક્કામાં ગણતરીદાર તે બ્લોકમાં ઘરે-ઘરેજઈ નાગરિકોને પ્રશ્નો પૂછી માહિતી મેળવશે. ડિજિટલ રીતે ગણતરી કરાશે. હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરી દરમિયાન નાગરિકોને કયા કયા પ્રશ્નો પૂછવા, સોફ્ટવેરની ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે ચલાવવી, કેસ કેવી રીતે હેન્ડલ કરવા વગેરે બાબતનું લખાણ કે જેમાં ગણતરી માટેની તાલીમ આપવામાં આવી રહી છે. વિવિધ 33 પ્રશ્નો પૂછાશે ગણતરીદાર પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર, લિંગ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, વ્યવસાય, જન્મસ્થાન, સ્થળાંતર, માતા-પિતાની વિગતો, દિવ્યાંગતા તેમજ સામાજિક વર્ગ જેવી માહિતી લેવામાં આવશે. ઘરના પ્રકાર, પાણી, શૌચાલય, વીજળી, રસોઈ ઈંધણ અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ અંગે પણ માહિતી લેવામાં આવશે. બે તબક્કામાં ગણતરી‎ પ્રથમ તબક્કો : ઘર લિસ્ટિંગ (20‎એપ્રિલથી 19 મે 2026)‎ આ 31 દિવસ દરમિયાન ઘરોની‎સ્થિતિ, નિર્માણ સામગ્રી, સ્થાન‎અને મૂળભૂત સુવિધાઓ જેવી‎માહિતી એકત્ર કરવામાં આવશે.‎ બીજો તબક્કો : જનગણના‎(ફેબ્રુઆરીથી માર્ચ 2027)‎ આ તબક્કામાં વસ્તી, જાતિ, ધર્મ,‎શિક્ષણ અને રોજગાર જેવી‎માહિતીની ગણતરી કરાશે.‎ મહેસાણા જિલ્લામાં અંદાજિત વસ્તી
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ગેસ સિલિન્ડર માટે નોકરિયાત વર્ગ પરોઢે 4 વાગ્યે લાઇન લગાવી દે છે
    Next Article
    હવામાન વિભાગની આગાહી:18 થી 20 માર્ચ વરસાદી ઝાપટાં સાથે 40-50 કિમી ઝડપે વાવાઝોડું ફૂંકાશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment