Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ધારાસભ્યે વિધાનસભામાં સિંહોના સંરક્ષણની માંગ કરી:અકુદરતી મૃત્યુ રોકવા, સફારી બનાવવા અને સંરક્ષકોને પ્રોત્સાહન આપવા રજૂઆત

    10 hours ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ગૃહમાં સિંહોના સંરક્ષણ અને જાળવણી માટે વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે આફ્રિકામાં તેમની સંખ્યા ઘટી રહી છે. ધારાસભ્ય મકવાણાએ સિંહોના રહેણાંક વિસ્તારમાં થઈ રહેલા વધારા પર ભાર મૂક્યો. છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં સિંહોએ તેમના પરિવારો સાથે વસવાટ શરૂ કર્યો છે. તેમણે મંત્રી સમક્ષ બોટાદ તાલુકાના ઢાંકણિયા ગામ નજીક આવેલા મોટા બીડ (જંગલ)માં કાળિયારની મોટી સંખ્યા હોવાથી ત્યાં સિંહોનો કાયમી વસવાટ થાય અને એક જંગલ સફારી બનાવવામાં આવે તેવી માંગ કરી. મકવાણાએ સિંહોના અકુદરતી મૃત્યુની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે રાજ્ય સરકારને આવા મૃત્યુ રોકવા માટે ચોક્કસ પગલાં ભરવા અને સિંહોનું રક્ષણ કરતા માલધારી સમાજ તથા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી જેવા સિંહ પ્રેમીઓને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. વધતા સિંહ વિસ્તારને કારણે નેશનલ હાઈવે પર સિંહો વારંવાર જોવા મળે છે, જેનાથી અકસ્માતોનું પ્રમાણ વધે છે. આથી અકસ્માતો ઘટાડવા માટે રાજ્ય સરકાર નક્કર આયોજન કરે તેવી પણ તેમણે માંગણી કરી.
    Click here to Read More
    Previous Article
    ગઢડાના ઈશ્વરીયા ગામે ખેડૂતની હત્યાના કેસમાં મોટો ચુકાદો:બોટાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી કિરણ પઢીયારને આજીવન કેદની સજા ફટકારી
    Next Article
    સુરેન્દ્રનગરમાં ખનીજ વિભાગ-પોલીસની સૌથી મોટી રેડ:સુદામડાની સીમમાં KGF જેવી 5 મોટી ખાણો પરથી 38 જેટલા ડમ્પર, 14 જેટલા હિટાચી મશીન સહિત 18 કરોડનો મુદ્દમાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment