Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ખનીજ વિભાગ-પોલીસની સૌથી મોટી રેડ:સુદામડાની સીમમાં KGF જેવી 5 મોટી ખાણો પરથી 38 જેટલા ડમ્પર, 14 જેટલા હિટાચી મશીન સહિત 18 કરોડનો મુદ્દમાલ જપ્ત

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં બેફામ રીતે ખાણો ખોદી અને પથ્થરની ચોરી કરવામાં આવતી હોય તે પ્રકારની ફરિયાદો પોલીસ વિભાગ અને તંત્રને મળી હતી, જે આધારે સુરેન્દ્રનગરના લીમડી ડીવાયએસપી, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, સાયલા પોલીસની ટીમો, સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો અને સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું. સાયલા તાલુકાના સુદામડા ગામે સીમ વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદેસર ખાણો ખોદવામાં આવી હોવાનો પણ ધડાકો થયો હતો. આ સંદર્ભે 5 જેટલી ગેરકાયદેસર ખાણો જપ્ત કરવામાં આવી હતી અને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને બ્લેકટ્રેપ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. 38 જેટલા ડમ્પર, 14 જેટલા હિટાચી મશીન જપ્ત આ સંદર્ભે રેડ દરમિયાન ત્યાંથી 38 જેટલા ડમ્પર, 14 જેટલા હિટાચી મશીન મળી આવ્યા હતા જે તમામ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે ખોદકામ કરવામાં આવેલા પથ્થરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે અને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં છે. રેડ દરમિયાન પીઆઇ, પીએસઆઇઓ અને 100થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા હતા અને રેડ દરમિયાન 18 કરોડથી વધુની રકમના મુદ્દામાલ જપ્ત કરી અને ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પથ્થરનું ગેરકાયદેસર ખોદકામ કરી કાળી કમાણી સ્થળ ઉપર દરોડા પાડી અને ગેરકાયદેસર પથ્થરની પાંચ જેટલી ખાણો ઝડપી પાડવામાં આવી છે. સ્થળ પર અગાઉ ખાણ ખનીજ વિભાગ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા છે, તે છતાં પણ આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું ખોદકામ બંધ કરવામાં આવી રહ્યું નથી. પથ્થરનું ગેરકાયદેસર ખોદકામ કરી, કપચી બનાવી, બેફામ વેચાણ કરી અને કાળી કમાણી કરવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક ચલાવતા ખનીજ માફિયાઓ વિરોધમાં તપાસ ચાલી રહી છે. હાલના તબક્કામાં આ સમગ્ર તપાસ ખનીજ વિભાગને સોંપવામાં આવી હોવાનું પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા જણાવવામાં આવ્યું છે. માપણી અને દંડ આપવાની પ્રક્રિયા શરૂ : SP પ્રેમસુખ ડેલું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ સંદર્ભે જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ વિભાગની ટીમોને મળેલી ખાનગી બાતમીના આધારે લીંબડી ડીવાયએસપી અને તેમની ટીમો દ્વારા આ સંયુક્ત ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે. 38 જેટલા ડમ્પરો, 14 જેટલા મશીનો જપ્ત કરવામાં આવ્યા છે. ખનીજની સૌથી મોટી રેડ આ માનવામાં આવી રહી છે, જેને લઇને ખનીજ માફીઆઓમાં પણ ફાફડાટ ફેલાયો છે. હાલના તબક્કામાં કેજીએફ જેટલી મોટી ખાણો કોના દ્વારા ખોદવામાં આવી તે દિશામાં તો તપાસ ચાલી રહી છે. પરંતુ જે માપણીની પ્રક્રિયા છે, દંડ આપવાની પ્રક્રિયા છે તે ખાણ ખનીજ વિભાગને કામગીરી સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ધારાસભ્યે વિધાનસભામાં સિંહોના સંરક્ષણની માંગ કરી:અકુદરતી મૃત્યુ રોકવા, સફારી બનાવવા અને સંરક્ષકોને પ્રોત્સાહન આપવા રજૂઆત
    Next Article
    Tricycle Given By Minister Breaks Down, A Replacement Follows Within Hours

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment