Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાને ગર્ભવતી બનાવનાર આધેડ જેલ હવાલે:આરોપીએ લલચાવી-ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું, બાળકને જન્મ આપનારી સગીરા ડોકટરોની દેખરેખ હેઠળ

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં સગીરાને ગર્ભવતી બનાવનાર 60 વર્ષના આધેડને કોર્ટમાં રજૂ કરાયા બાદ સુરેન્દ્રનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે. બાળકને જન્મ આપનારી સગીરા હાલ ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી પંથકમાં 60 વર્ષના આધેડે સગીરાને ગર્ભવતી બનાવતા તેણે બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ ડોકટરે પોલીસને કરતા દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 60 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સગીરા આરોપીના ઘરે ઘરકામ કરવા જતી હતી. તે દરમિયાન આરોપીએ સગીરાને લલચાવી-ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે તે ગર્ભવતી બની હતી. આરોપી આધેડને સોમવારે પાટડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને સુરેન્દ્રનગર જેલ હવાલે કરાયો છે. બીજી તરફ, બાળકને જન્મ આપનારી સગીરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી:સુરેન્દ્રનગરના ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ
    Next Article
    વડોદરા પોક્સો કોર્ટે નરાધમને સજા ફટકારી:7 વર્ષના સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, કબૂતરનું ઈંડુ બતાવવાના બહાને લઈ જઈને કૃત્ય આચર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment