Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કેસરી શાસનનો અંત:આવતીકાલે લોકપ્રતિનિધિઓની વિદાય સાથે અધિકારી રાજનો પ્રારંભ થશે, તમામ વહીવટી નિર્ણયો સરકારી અધિકારીઓ કરશે

    2 days ago

    ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત આજે 16મી માર્ચના રોજ પૂર્ણ થતાની સાથે જ વહીવટી ધુરા હવે અધિકારીઓના હસ્તક ગઈ છે. આવતીકાલ 17મી માર્ચથી જિલ્લા પંચાયત સહિત જિલ્લાની ત્રણ મુખ્ય તાલુકા પંચાયતોમાં વહીવટદારના શાસનનો સત્તાવાર પ્રારંભ થશે. આ ફેરફારને પગલે હવે આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાય અને નવી બોડી સત્તા સંભાળે ત્યાં સુધી તમામ વહીવટી નિર્ણયો સરકારી અધિકારીઓ દ્વારા લેવામાં આવશે. પ્રમુખપદે શિલ્પાબેન પટેલ અઢી વર્ષ રહ્યાં ગાંધીનગર જિલ્લા પંચાયતના ઈતિહાસમાં 2021ની ચૂંટણીઓ અનેક રીતે યાદગાર રહી હતી. જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. 17મી માર્ચ, 2021ના રોજ ભાજપ શાસિત બોડીએ શપથ લીધા હતા, જેમાં પ્રથમ અઢી વર્ષ માટે દિલીપ પટેલ પ્રમુખ પદે રહ્યા હતા. ત્યારબાદ નિયમાનુસાર સત્તા પરિવર્તન થતા બાકીના અઢી વર્ષ માટે પ્રમુખપદનો તાજ શિલ્પાબેન જયેશભાઈ પટેલના શિરે મૂકવામાં આવ્યો હતો. આજે 16મી માર્ચે પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા જિલ્લા પંચાયતમાં રાજકીય ગરમાવો શાંત પડ્યો છે. મુદત પૂર્ણ થવાની સાથે જ પ્રોટોકોલ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના વાહનો જમા કરી દેવાયા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ પૈકી માત્ર પ્રમુખને જ સરકારી વાહનની સુવિધા પ્રાપ્ત થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રમુખની ગાડી જમા કરાવી દેવાની તજવીજ આજ સાંજથી જ શરૂ કરી દેવામાં આવી હતી. આવતીકાલે સવારે વિધિવત રીતે આ વાહન તંત્રને સોંપી દેવામાં આવશે.આ સાથે જ પ્રમુખ ઉપપ્રમુખ અને વિવિધ સમિતિઓના ચેરમેનોના હોદ્દાઓનો પણ અંત આવ્યો છે. જેના કારણે જિલ્લા પંચાયત ભવનમાં નેતાઓની ભીડને બદલે હવે માત્ર અધિકારીઓની અવરજવર જોવા મળશે. વહીવટદારોની નિમણૂક સાથે વહીવટી શાસન અમલી જિલ્લા પંચાયતની સાથોસાથ જિલ્લાની ચાર પૈકી ત્રણ તાલુકા પંચાયતો કલોલ, માણસા અને દહેગામમાં પણ ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થઈ છે. પરિણામે આ ત્રણેય તાલુકાઓમાં પણ આજથી વહીવટદારોની નિમણૂક સાથે વહીવટી શાસન અમલી બન્યું છે. જોકે, ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી અલગ સમયે યોજાઈ હોવાથી તેની મુદત હજુ બાકી છે, પરિણામે ત્યાં હાલ વહીવટદાર મૂકવાની જરૂરિયાત ઊભી થઈ નથી. કયા અધિકારીની નિમણૂક થશે તેની ચર્ચા ગાંધીનગર જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતોમાં વહીવટદાર તરીકે સરકાર કયા અધિકારીની પસંદગી કરશે તે બાબતે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. સામાન્ય રીતે જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અથવા કલેક્ટર કક્ષાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવતી હોય છે. હવે જ્યારે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેદાનમાંથી બહાર છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના વિકાસકામોની ગતિ જાળવી રાખવી એ વહીવટદારો માટે મુખ્ય પડકાર બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં કરોડોની સરકારી જમીન પરથી દબાણ હટાવાયું:ખાપટના સર્વે નંબર 416 માં 28,200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ
    Next Article
    વેરાવળમાં તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:PI ગઢવીએ કાયદો વ્યવસ્થા જાળવવા હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment