Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં કરોડોની સરકારી જમીન પરથી દબાણ હટાવાયું:ખાપટના સર્વે નંબર 416 માં 28,200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

    2 days ago

    પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાપટના સર્વે નંબર 416 માં આવેલી અંદાજે 27,200 ચોરસ મીટર ખેતીલાયક અને 1,000 ચોરસ મીટર રહેણાંક જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ કરાયેલી જમીન પર બાજરો અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારમાં 17 જેટલા આસામીઓ દ્વારા નાના ઝૂંપડા અને 5-6 પાકા મકાનો પણ બનાવવામાં આવ્યા હતા. ખુલ્લી કરાવવામાં આવેલી આ જમીનની બજાર કિંમત અંદાજે 8 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. દબાણકર્તાઓએ તેમનો માલસામાન ફેરવવા માટે 10 દિવસની મુદત માંગી હતી, જેને તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ મુદત બાદ જગ્યા સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવશે. સરકાર દ્વારા આ જમીન પર આવાસ યોજના બનાવવાનું આયોજન છે. પોરબંદરના છાંયા વિસ્તારમાં બે જગ્યાએ અને ખાપટ વિસ્તારમાં એક જગ્યાએ આવી આવાસ યોજનાઓ સાકાર થશે. તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે જો દબાણકર્તાઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર નહીં કરે તો સરકારી રાહે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય તે માટે આ જગ્યા પર સતત દેખરેખ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:22 ગુનામાં સંડોવાયેલો આરોપી સહિત 3 શખ્સો રૂ. 8.83 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
    Next Article
    ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કેસરી શાસનનો અંત:આવતીકાલે લોકપ્રતિનિધિઓની વિદાય સાથે અધિકારી રાજનો પ્રારંભ થશે, તમામ વહીવટી નિર્ણયો સરકારી અધિકારીઓ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment