Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:22 ગુનામાં સંડોવાયેલો આરોપી સહિત 3 શખ્સો રૂ. 8.83 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

    2 days ago

    જામનગર શહેરના સીટી 'એ' ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. કુખ્યાત તસ્કર એજાજ ઉર્ફે એજલો અને તેના બે સાગરીતો સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી લાખોની કિંમતના સોનાના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. 15 માર્ચ 2026ના રોજ સીટી 'એ' ડિવિઝનનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વિજય કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને કિશોર ગાગીયાને સંયુક્ત બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ એજાજ ઉર્ફે એજલો ચાલબાજ શેખ ગુજરાતીવાડ વિસ્તારમાં નવા ગુનાને અંજામ આપવા માટે આંટાફેરા કરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને એજાજ શેખને ઝડપી લીધો હતો. એજાજની તલાશી લેતા તેની પાસેથી રૂ. 4,32,500ની કિંમતના સોનાના દાગીના (કડલી, ચેન અને પેન્ડલ), રૂ. 17,000 રોકડા, રૂ. 80,000નો આઈફોન 16-પ્રો અને અન્ય ચાર શંકાસ્પદ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપી એજાજની પૂછપરછમાં તેણે ચોરીનો અન્ય મુદ્દામાલ તેના મિત્રો શકીલ અનવરભાઇ ખફી (રહે. મસીતીયા) અને સાહીલ રહીમભાઇ સેતા (રહે. જામનગર) ને સાચવવા આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંને શખ્સોને ચાંદીબજાર બુગદા પાસે દાગીના વેચવાની પેરવીમાં હતા ત્યારે દબોચી લીધા હતા. તેમની પાસેથી સોનાની વીંટીઓ અને બુટીઓ સહિત કુલ રૂ. 3,02,900ના દાગીના અને ત્રણ મોંઘા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ રૂ. 7,35,400ના સોનાના દાગીના, રૂ. 17,000 રોકડ રકમ અને રૂ. 1,31,000ની કિંમતના આઠ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 8,83,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી એજાજ ઉર્ફે એજલો રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ જામનગર, રાજકોટ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 22 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસની આ કાર્યવાહીથી ઘરફોડ ચોરીના બે વણશોધાયેલ ગુનાઓ ડિટેક્ટ થયા છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરવા હડફના વારોદર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત:વાંસદેલિયાનો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ગોધરા સિવિલ ખસેડાયો
    Next Article
    પોરબંદરમાં કરોડોની સરકારી જમીન પરથી દબાણ હટાવાયું:ખાપટના સર્વે નંબર 416 માં 28,200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment