Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરવા હડફના વારોદર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત:વાંસદેલિયાનો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ગોધરા સિવિલ ખસેડાયો

    2 days ago

    પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વારોદર ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાંસદેલિયા ગામના દિલીપભાઈ વણઝારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસદેલિયા ગામના દિલીપભાઈ વણઝારા પોતાની મોટરસાયકલ પર કોઈ કામ અર્થે મોરવા તરફ જઈ રહ્યા હતા. તે સમયે વારોદર ગામ નજીક તેમની બાઇકનો અન્ય એક મોટરસાયકલ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં દિલીપભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને હાથના ભાગે ફ્રેક્ચર પણ થયું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત દિલીપભાઈને તાત્કાલિક મોરવા હડફ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમની હાલત નાજુક જણાતા, પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગેસ-પેટ્રોલની કાળાબજારી અને છેતરપિંડી સામે લલકાર:ગ્રાહક સંગઠનોની ઈન્ડિયન ઓઈલને રજૂઆત, નોઝલ પારદર્શક રાખવા અને વોટ્સએપ ફરિયાદની માંગ
    Next Article
    જામનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:22 ગુનામાં સંડોવાયેલો આરોપી સહિત 3 શખ્સો રૂ. 8.83 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment