Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ-પેટ્રોલની કાળાબજારી અને છેતરપિંડી સામે લલકાર:ગ્રાહક સંગઠનોની ઈન્ડિયન ઓઈલને રજૂઆત, નોઝલ પારદર્શક રાખવા અને વોટ્સએપ ફરિયાદની માંગ

    12 hours ago

    ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે ભારતના સામાન્ય નાગરિકોના રસોડા સુધી પહોંચ્યા છે. યુદ્ધની આડમાં ગેસ સિલિન્ડરના ભાવ વધારાની સાથે સાથે અનેક જગ્યાએ કૃત્રિમ અછત અને કાળાબજારની ફરિયાદો ઉઠી છે. આ ગંભીર મુદ્દે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તંત્ર સામે મોરચો માંડવામાં આવ્યો છે. ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ અને બળવંતભાઇ વાઘેલા સહિતના પ્રતિનિધિ મંડળે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ના ગુજરાત રાજ્ય કાર્યાલયના અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈને ગ્રાહકોની વેદના વાચા આપી હતી. ગેસ સિલિન્ડર વિતરણમાં ગેરરીતિના આક્ષેપો વિશ્વ ગ્રાહક દિવસ (15 માર્ચ) ની ઉજવણીના બીજા જ દિવસે સંસ્થાએ આક્રમક વલણ અપનાવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગેસ એજન્સીઓ દ્વારા હાલમાં સિલિન્ડરનું બુકિંગ લેવામાં આનાકાની કરવામાં આવે છે. એટલું જ નહીં, જે ગ્રાહકોએ અગાઉથી બુકિંગ કરાવ્યું છે તેમને સમયસર ડિલિવરી મળતી નથી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઓનલાઇન નાણાં ચૂકવી દીધા હોવા છતાં ડિલિવરી વખતે ગ્રાહકો પાસેથી વધારાના 60 રૂપિયા વસૂલવામાં આવે છે. આ લૂંટ રોકવા માટે કંપની દ્વારા તાકીદે WhatsApp નંબર જાહેર કરી 24 કલાકમાં ફરિયાદનો નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવવા માંગ કરવામાં આવી છે. પેટ્રોલમાં થતી ચોરી રોકવા 'પારદર્શક પાઈપ'ની માંગ પેટ્રોલ પંપ પર થતી છેતરપિંડી અટકાવવા માટે ફાઉન્ડેશને એક ક્રાંતિકારી સૂચન કર્યું છે. હાલમાં પેટ્રોલ ભરવા માટે વપરાતી પાઈપ કાળા રંગની હોવાથી ગ્રાહકને ઇંધણનો પ્રવાહ દેખાતો નથી. આ પાઈપ 'વ્હાઇટ' અને 'પારદર્શક' હોવી જોઈએ જેથી ગ્રાહક જોઈ શકે કે પેટ્રોલ ખરેખર પસાર થઈ રહ્યું છે કે નહીં. વધુમાં, દરેક પંપ પર પાઈપની લંબાઈ એકસમાન રાખવી જોઈએ. સંસ્થાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મશીન ઓટો મોડમાં હોવા છતાં ડિલિવરી પર્સન નોઝલને પકડી રાખીને 'કટ' મારે છે, જેનાથી ગ્રાહકને ઓછું પેટ્રોલ મળે છે. આ પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ બંધ કરવાની માંગણી કરાઈ છે. ડિજિટલ ફરિયાદ નિવારણ તંત્રની જરૂરિયાત ગ્રાહકોની સગવડ માટે માત્ર લેખિત નહીં પણ ઓનલાઇન વ્યવસ્થા પણ મજબૂત બનાવવાની રજૂઆત કરાઈ છે. ખાસ કરીને અર્ધ-શિક્ષિત ગ્રાહકો WhatsApp પર ઓડિયો કે વિડિયો મેસેજ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધા અને ફરિયાદનું સ્ટેટસ લાઈવ જોઈ શકાય તેવી સિસ્ટમ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલના અધિકારીઓએ આ તમામ ગ્રાહકલક્ષી માંગણીઓ પર હકારાત્મક પ્રતિસાદ આપતા યોગ્ય સહકારની ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ત્રિ-દિવસીય કૃષિ મેળાનું સમાપન:પ્રાકૃતિક ખેતી, બહુસ્તરીય પદ્ધતિઓ પર નિષ્ણાત આકાશ ચોરસિયાનું માર્ગદર્શન
    Next Article
    મોરવા હડફના વારોદર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત:વાંસદેલિયાનો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ગોધરા સિવિલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment