Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ત્રિ-દિવસીય કૃષિ મેળાનું સમાપન:પ્રાકૃતિક ખેતી, બહુસ્તરીય પદ્ધતિઓ પર નિષ્ણાત આકાશ ચોરસિયાનું માર્ગદર્શન

    11 hours ago

    સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતે ત્રિ-દિવસીય કૃષિ મેળાનું સમાપન થયું. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓથી માહિતગાર કરવાના હેતુથી આ મેળાનું આયોજન કરાયું હતું. કૃષિ કલ્યાણ એસોસિએટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 'આત્મા' પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર-સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે વિશેષ તાલીમ અને સેમિનાર યોજાયા હતા. મેળામાં અંદાજે 80 જેટલા પ્રદર્શન સ્ટોલ્સ દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી અદ્યતન સાધનો અને પદ્ધતિઓની જાણકારી અપાઈ હતી.આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મધ્યપ્રદેશના કૃષિ નિષ્ણાત આકાશ ચોરસિયા રહ્યા હતા, જેઓ ભારતભરમાં બહુસ્તરીય ખેતી માટે જાણીતા છે. તેમણે ઉપસ્થિત ખેડૂતોને ઓછા ખર્ચે અને મર્યાદિત જગ્યામાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આધુનિક મોડેલ અપનાવી આર્થિક રીતે સધ્ધર બને તેવો સંદેશ અપાયો હતો. મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાના 1,000થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લઈ કૃષિ જ્ઞાન મેળવ્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં 'બાયો ઈનપુટ'ની ઉપલબ્ધતા એક મુખ્ય પડકાર છે, જેનો આ કાર્યક્રમમાં ઉકેલ રજૂ કરાયો હતો. 'આત્મા' પ્રોજેક્ટ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સંકલનથી 33 જેટલી સ્વયં-પ્રેરિત સહકારી મંડળીઓના સેક્રેટરીઓ આ અભિયાનમાં જોડાયા છે. ગ્રીન કમાન્ડો દ્વારા તૈયાર કરાતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત 'દસપર્ણી અર્ક' જેવા જૈવિક ખાતરો હવે આ મંડળીઓ મારફતે ગ્રામ્ય સ્તર સુધી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, 70થી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડવા માટે 'સૃષ્ટિ નેચરલ ફાર્મર પ્રોડ્યુસર કંપની' સાથે જોડાણ કરાયું છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકોને શુદ્ધ આહાર મળી રહે. આ મેળા દરમિયાન જિલ્લાના 20થી વધુ ખેડૂતોએ જંગલમાંથી કેશુડાના ફૂલ વીણીને ગ્રીન કમાન્ડોને દસપર્ણી અર્ક બનાવવા માટે સપ્લાય કર્યા હતા. આત્મા પ્રોજેક્ટ દ્વારા આવા ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર આયોજનમાં 'આત્મા'ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર કોમલબેન ચૌધરી, સૃષ્ટિ નેચરલના શૈલેષભાઈ, ગ્રીન કમાન્ડોના જયદીપભાઈ અને કૃષિ કલ્યાણ એસોસિએટના મંથનભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા સ્ટાફની મહેનતથી આ મેળો જિલ્લાના કૃષિ ક્ષેત્રે નવી દિશા સૂચક બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    Bihar Rajya Sabha Result: NDA ने जीती पांचों सीट, Congress ने फेल की Tejashwi Yadav की रणनीति?
    Next Article
    ગેસ-પેટ્રોલની કાળાબજારી અને છેતરપિંડી સામે લલકાર:ગ્રાહક સંગઠનોની ઈન્ડિયન ઓઈલને રજૂઆત, નોઝલ પારદર્શક રાખવા અને વોટ્સએપ ફરિયાદની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment