Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમેદવારીથી લઈ મત ગણતરી સુધીની કામગીરીનું સંકલન કરશે:જૂનાગઢ જિલ્લા-તાલુકા પંચાયત માટે ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક

    3 days ago

    રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આયોગ દ્વારા 16 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારીઓની નિમણૂક ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો, 1994 મુજબ જિલ્લા પંચાયત અને સંબંધિત તાલુકા પંચાયતની બેઠકો માટે ચૂંટણી કામગીરી સંભાળવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ભલામણના આધારે અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. નિમણૂક કરાયેલા અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ વહીવટી અને કાયદાકીય કામગીરી સંભાળશે. ઉમેદવારીથી લઈ મત ગણતરી સુધીની જવાબદારી રાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ મતદાર યાદી, ઉમેદવારી પ્રક્રિયા, મતદાન તેમજ ગણતરી જેવી ચૂંટણી સંબંધિત તમામ કામગીરીનું સંકલન કરશે. આ નિમણૂક સાથે આવનારી પંચાયત ચૂંટણીની તૈયારીઓ હવે વધુ ઝડપથી આગળ વધશે. રાજ્ય ચૂંટણી આયોગે આ અંગે સંબંધિત જિલ્લાઓના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી કાર્યવાહી અમલમાં મુકવા જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ડેથ ટ્રેપ બનેલા VIPરોડને લઈ ગ્રામજનો લડી લેવાના મૂડમાં:ગાંધીનગરના ઈન્દ્રોડા સર્કલ પાસે સ્પીડ બ્રેકર મુકવા ગ્રામજનોની રસ્તા રોકો આંદોલનની ચીમકી, કલેકટરને આવેદન આપ્યું
    Next Article
    ચારુસેટ વિદ્યાર્થીઓએ MyoNova પેચ વિકસાવ્યો:DMD દર્દીઓને પીડારહિત સારવાર, મેકર ફેસ્ટમાં ગોલ્ડ એવોર્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment