Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારુસેટ વિદ્યાર્થીઓએ MyoNova પેચ વિકસાવ્યો:DMD દર્દીઓને પીડારહિત સારવાર, મેકર ફેસ્ટમાં ગોલ્ડ એવોર્ડ

    3 days ago

    ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP) અને અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી (ARIP) ના વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી સંશોધન કર્યું છે. તેમણે ‘MyoNova’ નામનો એક હર્બલ આધારિત માઇક્રોનીડલ ટ્રાન્સડર્મલ પેચ વિકસાવ્યો છે, જે ડ્યુચેની મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (DMD) જેવી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે અત્યંત સહાયરૂપ સાબિત થશે. આ પેચ પીડારહિત માઇક્રોનીડલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈન્જેક્શન વગર સીધી ત્વચા મારફતે શરીરમાં દવા પહોંચાડે છે. આ સંશોધનનો મુખ્ય હેતુ સ્નાયુઓના સોજા ઘટાડવાનો અને દર્દીઓને પીડારહિત આરામદાયક સારવાર પૂરી પાડવાનો છે. આ પ્રોજેક્ટ RPCPના વિદ્યાર્થીઓ શ્રેયા મુકુલ પટેલ, ક્રિષા પટેલ, કૌશલ પટેલ, આર્યન ચૌધરી અને ARIPની વિદ્યાર્થીની શ્રેયા રિતેશ પટેલે તૈયાર કર્યો છે. આ ટીમને ડો. કેવલ રાવલ અને ડો. ક્રિષ્ના વ્યાસનું માર્ગદર્શન મળ્યું હતું. આ પ્રોજેક્ટની ઉપયોગિતાને ધ્યાને રાખીને તેને 'મેકર ફેસ્ટ કોમ્પિટિશન-2026' માં ગોલ્ડ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. આ ઉપરાંત, તે પ્રતિષ્ઠિત યુરેકા સ્પર્ધામાં પણ ઝોનલ ફાઇનલિસ્ટ તરીકે પસંદ થયો હતો. હર્બલ અને આધુનિક ટેકનોલોજીનો આ સમન્વય તબીબી ક્ષેત્રે નવી આશા જગાવે છે.
    Click here to Read More
    Previous Article
    ઉમેદવારીથી લઈ મત ગણતરી સુધીની કામગીરીનું સંકલન કરશે:જૂનાગઢ જિલ્લા-તાલુકા પંચાયત માટે ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક
    Next Article
    'રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન નહીં બને':પાટણમાં ભાજપના કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના વંશવાદ પર પ્રહાર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment