Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં નવા ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ:બાંધકામ શ્રમિકોને આરોગ્ય સુવિધા મળશે, મોબાઇલ મેડિકલ યુનિટ પણ સામેલ

    4 days ago

    ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે આરોગ્ય સુવિધાઓ સુલભ બનાવવાના હેતુથી નવા ધનવંતરી આરોગ્ય રથ અને મોબાઇલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ઈએમઆરઆઈ ગ્રીનહેલ્થ સર્વિસના સહયોગથી આ રથ શરૂ કરાયો છે. જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા સહિતના મહાનુભાવોએ રથને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાની વિવિધ બાંધકામ સાઇટો અને કડિયાનાકા વિસ્તારોમાં જઈ શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. તેમાં તાવ, શરદી-ખાંસી જેવી સામાન્ય બીમારીઓ માટે દવાઓ, સગર્ભા મહિલાઓની તપાસ, જનરલ ચેકઅપ અને લેબોરેટરી દ્વારા લોહીના ટેસ્ટ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અગાઉથી ૮ ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત હતા. આ નવા રથના ઉમેરા સાથે, જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ વ્યાપક બનશે. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી સભ્ય ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય કમિટીના ચેરમેન અનિલ વસાવા અને જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષક પી.કે. પટેલ અને પ્રોજેક્ટ મેનેજર કીંજલ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દમણમાં ઓવરટેક કરવાના પ્રયાસમાં બે કાર વચ્ચે અકસ્માત:સામસામે કાર ટકરાતાં ટાયર છૂટા પડ્યા, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    ડેથ ટ્રેપ બનેલા VIPરોડને લઈ ગ્રામજનો લડી લેવાના મૂડમાં:ગાંધીનગરના ઈન્દ્રોડા સર્કલ પાસે સ્પીડ બ્રેકર મુકવા ગ્રામજનોની રસ્તા રોકો આંદોલનની ચીમકી, કલેકટરને આવેદન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment