Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં ઓવરટેક કરવાના પ્રયાસમાં બે કાર વચ્ચે અકસ્માત:સામસામે કાર ટકરાતાં ટાયર છૂટા પડ્યા, કોઈ જાનહાનિ નહીં

    4 days ago

    ગઈકાલે દમણના દેવકા વિસ્તારમાં સેન્ડી રિસોર્ટ સામે મુખ્ય માર્ગ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાના પ્રયાસમાં મારુતિ ઈગ્નિસ અને હ્યુન્ડાઇ અલકાઝાર કાર ટકરાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બંને વાહનોના ટાયર અને અન્ય સ્પેરપાર્ટ્સ છૂટા પડીને રસ્તા પર વિખેરાઈ ગયા હતા. આ ઘટનાને પગલે માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માહિતી મુજબ, બંને કારમાં સવાર લોકો વલસાડ શહેરના વતની અને એકબીજાના પરિચિત હતા. તેમણે અંદરોઅંદર જ મામલાનું સમાધાન કરી લીધું હતું, જેના કારણે પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હતી. વાહનોના ચાલકો પોતપોતાના વાહનોને સમારકામ માટે લઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વીકેન્ડ દરમિયાન દમણમાં સહેલાણીઓની ભારે ભીડ રહે છે. આ કારણે માર્ગો પર વાહનોની સંખ્યા વધી જાય છે, જેના પરિણામે આવા અકસ્માતોની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે.
    Click here to Read More
    Previous Article
    ધોરણ 12 સાયન્સની પરીક્ષા સંપન્ન:બાયોલોજીનું પેપર એકંદરે સરળ રહ્યું, અંતિમ પેપર બાદ વિદ્યાર્થીઓમાં રાહત
    Next Article
    ભરૂચમાં નવા ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ:બાંધકામ શ્રમિકોને આરોગ્ય સુવિધા મળશે, મોબાઇલ મેડિકલ યુનિટ પણ સામેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment