Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના સોનગઢના ગીધમાડી આયા ડુંગર પર દબાણનો મુદ્દો ગરમાયો:મુખ્યમંત્રીના આદેશ છતાં દબાણ કેમ દૂર નથી થતું? કલેક્ટરને આવેદન આપી આંદોલનની ચીમકી

    2 days ago

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે આવેલ પૌરાણિક 'ગીધમાડી આયા ડુંગર' પર થયેલા અતિક્રમણનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. આ ડુંગર પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની માંગ સાથે આજે દેવ બિરસા સેના દ્વારા વ્યારા ખાતે ભવ્ય રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. શું છે સમગ્ર વિવાદ? બંધારપાડા ગામે આવેલ ગીધમાડી આયા ડુંગર આદિવાસી સમાજ માટે પેઢીઓથી અત્યંત આસ્થાનું કેન્દ્ર અને પૌરાણિક દેવસ્થાન છે. આદિવાસી સંગઠનોનો આક્ષેપ છે કે: 1.આ પવિત્ર ડુંગર પર ખ્રિસ્તી સમુદાય દ્વારા 'મરિયમ માતા'નું મંદિર બનાવી દબાણ કરવામાં આવ્યું છે. 2. આ મુદ્દે લાંબા સમયથી કાયદાકીય લડત ચાલી રહી છે. 3.વર્ષ 2023માં મુખ્યમંત્રી કચેરી દ્વારા આ ગેરકાયદેસર દબાણ દૂર કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર મૌન સેવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચાલે છે, તો તાપીમાં કેમ નહીં? દેવ બિરસા સેનાના કિરણ ગામીતે જણાવ્યું કે, “ગુજરાતભરમાં બુલડોઝર ચાલે છે, તો તાપીમાં કેમ નહીં?” રેલી દરમિયાન દેવ બિરસા સેનાના આગેવાનોએ વેધક સવાલ ઉઠાવ્યો હતો કે, "સમગ્ર ગુજરાતમાં જ્યારે ગેરકાયદેસર દબાણો પર સરકારનું બુલડોઝર ફરી વળે છે, તો પછી તાપી જિલ્લામાં આ દબાણ દૂર કરવામાં તંત્ર કેમ પાછીપાની કરી રહ્યું છે?" આ વિલંબ પાછળ કોઈ રાજકીય હસ્તક્ષેપ કે વહીવટી ઉદાસીનતા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી દેવ બિરસા સેનાનાં અધ્યક્ષ અરવિંદ વસાવા એ જણાવ્યું કે, “જો મુખ્યમંત્રીના આદેશનું પાલન વહેલી તકે નહીં થાય અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નહીં આવે, તો આવનાર દિવસોમાં દેવ બિરસા સેના ભગવાન બિરસા મુંડાના ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.” આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આસ્થાના કેન્દ્ર સમાન ડુંગરની પવિત્રતા જાળવી રાખવા માટે તાત્કાલિક ધોરણે દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર કચેરી દ્વારા આ દિશામાં શું પગલાં લેવામાં આવે છે કે પછી વિવાદ વધુ વકરશે. આ પણ વાંચો : હિન્દુ મંદિરને ખ્રિસ્તી મંદિર બનાવી દીધું!:સોનગઢના 'ગીધમાડી આયા મંદિર' પર ક્રોસ લગાવી મરિયમ માતા મંદિર બનાવી દેવાતાં સ્થાનિકોમાં આક્રોશ, પૂજા કરવા ગયેલા સંતોને ભગાડ્યા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગીધમાડી આયા ડુંગર મંદિર પર ક્રોસ લગાવી મરિયમ માતા મંદિર બનાવી દેવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન પૂજા કરવા ગયેલા સંતોને ખ્રિસ્તી યુવાનોએ ભગાડ્યા હતા. જેને પગલે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિરના સંતો કચ્છમાં, પાટોત્સવની ઉજવણી થશે:માધાપર મંદિરે 20 માર્ચે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અભિષેક
    Next Article
    ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત:ગાયનું ચામડું ઉતારી રહ્યા હોવાનો આરોપ લગાવી માર માર્યો હતો; દાયકા પછી સેશન્સ કોર્ટનો ચૂકાદો, 38 નિર્દોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment