Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એચ.એ.કોલેજમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમ યોજાયો:પ્રિન્સિપાલ સંજય વકીલે યુવાનોને દેશભક્તિ માટે પ્રેર્યા

    4 days ago

    ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધન કર્યું હતું. પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું કે સરદાર પટેલની પ્રેરણા અને સેવા આજના યુવાનોને દેશભક્તિ તરફ દોરી જાય છે. તેમણે ભારતની વિવિધ સંસ્કૃતિ, ઇતિહાસ, પરંપરા અને ભવ્ય વારસાને જાળવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. વકીલે દેશના વિકાસ માટે ભાઈચારાની ભાવના, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની આપલે અને એકતા ઊભી કરવી જરૂરી હોવાનું જણાવ્યું. તેમણે ઉમેર્યું કે કોઈપણ દેશની પ્રગતિનો આધાર તેની સલામતી, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વ્યવહાર હોય છે. દેશના લોકો એકબીજા સાથે જોડાય, તેમના વિચારોની આપલે કરે તથા તેમની ભાષા, બોલી અને જ્ઞાનનું આદાનપ્રદાન કરે તે અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રિન્સિપાલ વકીલે કહ્યું કે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' માત્ર એક સૂત્ર નથી, પરંતુ એક આંદોલન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે વિશ્વ યુદ્ધના માહોલમાં જીવી રહ્યું છે, ત્યારે ભારતની અખંડિતતા, સંસ્કૃતિ, ભાઈચારો, એકતા અને બંધુત્વની ભાવના વિશ્વશાંતિની સ્થાપના કરી શકે છે. આ કાર્યક્રમમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    માણસામાં ધોળા દિવસે ઘરના તાળાં તૂટ્યા:આનંદપુરામાં વૃદ્ધ ઘઉં કાઢવા ખેતરમાં ગયાને તસ્કરો ત્રાટક્યા, 36 લાખના દાગીના-રોકડ લઈ ફરાર
    Next Article
    કુમકુમ મંદિરના સંતો કચ્છમાં, પાટોત્સવની ઉજવણી થશે:માધાપર મંદિરે 20 માર્ચે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અભિષેક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment