Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં તહેવારો પહેલા પોલીસ સજ્જ:શાંતિસમિતિની બેઠક અને શહેરમાં ફ્લેગમાર્ચ યોજી, અસામાજિક તત્વોને કડક સંદેશ

    10 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આગામી ચેટી ચંદ, રામનવમી અને રમજાન જેવા તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના વિવિધ સમાજોના પ્રમુખો, આગેવાનો તેમજ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવાય તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પી.આઈ. જે.એન. ગઢવીએ સમાજના આગેવાનોને અફવાઓ, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહી શાંતિ જાળવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી. પી.આઈ. ગઢવીએ જણાવ્યું હતું કે, વેરાવળમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. કોઈપણ અસામાજિક તત્વો દ્વારા કાયદો ભંગ કરવાનો પ્રયાસ કરાશે તો કડક કાર્યવાહી કરાશે. શાંતિ સમિતિની બેઠક બાદ વેરાવળ સીટી પી.આઈ. જે.એન. ગઢવીની આગેવાનીમાં શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ મુખ્ય બજારો, વ્યસ્ત માર્ગો અને રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. ફ્લેગ માર્ચમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના PSI રાયજદા, PSI પ્રજાપતિ, મહિલા પોલીસ કર્મચારીઓ અને GRDના જવાનો જોડાયા હતા. પોલીસે શહેરમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. આનાથી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય અને અસામાજિક તત્વો પર નજર રાખી શકાય. ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસનો મોટો કાફલો મુખ્ય વિસ્તારોમાંથી પસાર થતાં નાગરિકોમાં વિશ્વાસ વધ્યો હતો. ફ્લેગ માર્ચ દ્વારા પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાનાર અથવા કાયદો વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસ તંત્રએ "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" નો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. વેરાવળ શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે દરેક નાગરિકનો સહકાર જરૂરી હોવાનું પણ જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સાકાર થશે વિકસિત ભારત:ગણપત યુનિવર્સિટીની અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી સિરીઝમાં નિષ્ણાતો દ્વારા મહત્વનું માર્ગદર્શન
    Next Article
    અમૂલ ડેરીએ ઓડ ખાતે નવી સેક્સડ સીમેન લેબ ખોલી:પશુઓની આનુવંશિક ક્ષમતા સુધારવા અમૂલ ગૌસોર્ટ, GE-NOVA લેબનું ઉદ્ઘાટન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment