Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમૂલ ડેરીએ ઓડ ખાતે નવી સેક્સડ સીમેન લેબ ખોલી:પશુઓની આનુવંશિક ક્ષમતા સુધારવા અમૂલ ગૌસોર્ટ, GE-NOVA લેબનું ઉદ્ઘાટન

    8 hours ago

    આણંદ સ્થિત અમૂલ ડેરીએ ઓડ ખાતેના સિમેન સ્ટેશનમાં અમૂલ ગૌસોર્ટ અને અમૂલ GE-NOVA સેક્સડ સીમેન લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું છે. દૂધાળા પશુઓની આનુવંશિક ક્ષમતા સુધારવાના મહત્વપૂર્ણ અભિયાનના ભાગરૂપે આ લેબ્સ શરૂ કરવામાં આવી છે. અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વિજય પટેલ,ABS-USAના ચીફ ઓપરેટિંગ ઓફિસર જીમ-લો, અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.અમિત વ્યાસ અને GCMMFના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.જયેન મહેતા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.અમિત વ્યાસે સંઘના નિયામક મંડળને અમૂલના 1952થી ચાલી આવતા સંવર્ધન ઇતિહાસ વિશે માહિતી આપી હતી. તેમણે પ્રવાહી સીમેનના ઉત્પાદનથી લઈને આધુનિક IVF લેબ સુધીની પ્રગતિની વિગતો રજૂ કરી હતી. ઉદ્ઘાટન કરાયેલી પ્રથમ લેબ 'અમૂલ ગૌસોર્ટ સેક્સડ સીમેન લેબ' છે, જે NDS-NDDBના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ પ્રસંગે NDDBના સિનિયર જનરલ મેનેજર ડૉ.નિલેશ નાઈ પણ હાજર રહ્યા હતા. બીજી લેબ 'અમૂલ જી-નોવા સેક્સડ સીમેન લેબ' એબીએસ જીનસ, યુએસએ સાથેની ભાગીદારીમાં બનાવવામાં આવી છે અને તે વાર્ષિક 0.7 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ નવી સુવિધા દર વર્ષે કુલ 1.4 મિલિયન સેક્સડ સીમેન ડોઝનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે. અમૂલ સીમેન સ્ટેશન સી.એમ.યુ. એ-ગ્રેડ અને આઈ.એસ.ઓ.9001:2015 પ્રમાણિત છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10 મિલિયન પરંપરાગત ડોઝ અને 0.8 મિલિયન સેક્સડ સીમેન ડોઝ છે. હાલમાં, અમૂલ મિલ્ક શેડમાં પરંપરાગત અને સેક્સડ સીમેન બંનેના 1.5 મિલિયન ડોઝ સપ્લાય કરવામાં આવે છે. આ ઉપરાંત, ભારતભરમાં વિવિધ સહકારી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓને 6.5 મિલિયનથી વધુ ડોઝનું વેચાણ થાય છે. નવા વિકસિત સેક્સડ સીમેન ફક્ત અમૂલના દૂધ ઉત્પાદકોની જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં વધતી જતી માંગને પણ પૂરી કરશે. વિશ્વસનીય બોવાઇન જિનેટિક ભાગીદાર બનવાની પ્રતિબદ્ધતા સાથે, અમૂલનો હેતુ ભારતને વૈશ્વિક ડેરી ઉદ્યોગમાં અગ્રણી તરીકે સ્થાપિત કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં તહેવારો પહેલા પોલીસ સજ્જ:શાંતિસમિતિની બેઠક અને શહેરમાં ફ્લેગમાર્ચ યોજી, અસામાજિક તત્વોને કડક સંદેશ
    Next Article
    Rifle, Tactical Gear And A Long Wait: Inside The Kill Of A Ukrainian Sniper

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment