Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સાકાર થશે વિકસિત ભારત:ગણપત યુનિવર્સિટીની અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી સિરીઝમાં નિષ્ણાતો દ્વારા મહત્વનું માર્ગદર્શન

    9 hours ago

    ગણપત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં “ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ધી ફ્યુચર ઓફ ગવર્નન્સ ઇન ઇન્ડિયા: પાથવેઝ ટુ વિકસિત ભારત–2047” વિષય પર 11મી બાય-મન્થલી ‘અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી ટોક સિરીઝ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. યુ. વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નિવૃત આઈ.એ.એસ. અધિકારી અને જીએસટી નેટવર્કના સ્થાપક સીઈઓ પ્રકાશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. ડિજિટલ ટેક્નોલોજી અને જાહેર નીતિનું મહત્વ કાર્યક્રમની શરૂઆતમાં ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડીન ડૉ. કિરણ અમીને સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે રાષ્ટ્રીય વિકાસમાં ડિજિટલ ટેક્નોલોજી અને જાહેર નીતિની સભાનતાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. ડિજિટલ ગવર્નન્સના મજબૂત સ્તંભો મુખ્ય વક્તા પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે, આધાર, યુપીઆઈ (UPI) અને ડિજી-લોકર એ ભારતના ડિજિટલ ગવર્નન્સના મજબૂત સ્તંભો છે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) દ્વારા શાસન વ્યવસ્થામાં પારદર્શિતા આવી છે અને કરોડો નાગરિકો સુધી સરકારી સેવાઓ સરળતાથી પહોંચી રહી છે. આધુનિક ટેક્નોલોજીઓ ‘વિકસિત ભારત-2047’ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પાયાની ભૂમિકા ભજવશે. વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને માર્ગદર્શન આ સત્રમાં મિકેનિકલ, મેકેટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા ડિજિટલ ગવર્નન્સ અને ફિનટેક ક્ષેત્રે માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. ગણપતભાઈ પટેલ અને વહીવટી મંડળનો આભાર માનવામાં આવ્યો હતો. આ સત્ર થકી વિદ્યાર્થીઓને ડિજિટલ અર્થતંત્રમાં રહેલી ઉજ્જવળ તકો વિશે ઊંડું જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
    Click here to Read More
    Previous Article
    UGVCLના પૂર્વ આસિ.સેક્રેટરીને રિટાયરમેન્ટના 18 દિવસ પહેલાં નોટિસ:બે કર્મચારીઓને નિયમો તોડી પ્રમોશન અપાયાનો આક્ષેપ, પતિએ કલેક્ટરને પત્ર લખી તપાસની માગ કરી
    Next Article
    વેરાવળમાં તહેવારો પહેલા પોલીસ સજ્જ:શાંતિસમિતિની બેઠક અને શહેરમાં ફ્લેગમાર્ચ યોજી, અસામાજિક તત્વોને કડક સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment