Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંત ધારાના ઉલ્લંઘન સામે રહીશોનો રોષ:'યેનકેન પ્રકારે' મિલકતો પચાવી પાડવાના કાવતરાનો આક્ષેપ કરતા રહીશો

    2 days ago

    ભાવનગર શહેરના કાળાનાળા, તખ્તેશ્વર તથા ગીતા ચોક જેવા વર્ષો જૂના હિન્દુ વસવાટ ધરાવતા વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલમાં હોવા છતાં કેટલાક તત્વો દ્વારા ખોટા નામે અથવા છળકપટથી મિલકતોના સોદા પાડવામાં આવતા હોવાની રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિક રહીશો અને 'હિન્દુ હિત રક્ષા મંચ' દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ વધી છે શહેરના જુદા-જુદા વિસ્તારોના સ્થાનિક રહીશો અને 'હિન્દુ હિત રક્ષા મંચ' દ્વારા આજરોજ મદદનીશ કલેકટર પ્રતિભા દહીયાને રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી હતી, જેમાં ગીતા ચોક, કાળાનાળા, કાળુભા રોડ, રાધા મંદિર અને વાઘાવાડી રોડ જેવા વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સઓમાં કાર્ટન સ્ક્વેર, ટ્રેડ સેન્ટર, અંજનેય ફ્લેટ વગેરેમાં શંકાસ્પદ ગતિવિધિઓ વધી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જમીન માફિયાઓ અને કેટલાક બિલ્ડરો હિન્દુઓની મિલકતો સસ્તા ભાવે પડાવી લેવા માટે કાવતરા કરી રહ્યા છે. બીજા લોકોના નામે મિલકતો ખરીદી પાછળથી કબજો મેળવે છે અશાંત ધારાના કાયદાથી બચવા માટે અન્ય વ્યક્તિઓના નામે મિલકતો ખરીદી પાછળથી કબજો મેળવવામાં આવે છે તેમજ રાધા મંદિર જેવા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરોની આસપાસના વિસ્તારોમાં પણ માથાભારે તત્વો દ્વારા મકાનો જોવા આવવાનું અને દબાણ ઉભું કરવાનું શરૂ કરાયું છે, ત્યારે હાદાનગર અને ગીતાચોક જેવા વિસ્તારોમાં રાત્રિના સમયે અસામાજિક તત્વોના જમેલા થતા હોવાથી મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સોસાયટીઓને અશાંત ધારા હેઠળ આવરી લેવા માગ આશ્ચર્યજનક રીતે આ સોદાઓમાં હિન્દુ સમાજના જ કેટલાક વ્યક્તિઓ વચેટિયા બનીને પોતાના જ સમાજને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રહીશોએ માંગ કરી છે કે, હાદાનગર તેમજ સર્વોદય, સત્યનારાયણ અને સ્નેહમીલન જેવી સોસાયટીઓને સત્વરે અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કિંજલ રબારીનો નવો VIDEO:ગેસ લાઇન-સિલિન્ડર કનેક્શનને લઈને મોટા સમાચાર; પતિએ મિત્રો પાસે કરાવ્યો પત્ની પર ગેંગરેપ, પોલીસ પર પથ્થર-છૂટ્ટા બ્લોકથી હુમલો
    Next Article
    છોટાઉદેપુર નગરપાલિકાનું 'અ' વર્ગમાં પ્રથમ બજેટ રજૂ:રૂ. 75 કરોડનું બજેટ, રૂ. 1 કરોડની પુરાંત સાથે મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment