Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુર નગરપાલિકાનું 'અ' વર્ગમાં પ્રથમ બજેટ રજૂ:રૂ. 75 કરોડનું બજેટ, રૂ. 1 કરોડની પુરાંત સાથે મંજૂર

    2 days ago

    છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 'અ' વર્ગમાં સમાવેશ થયા બાદ પ્રથમ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકાની સામાન્ય સભામાં કુલ 75 કરોડ રૂપિયાનું બજેટ 1 કરોડ રૂપિયાની પુરાંત સાથે મંજૂર કરાયું હતું. આ સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શહેરમાં વિકાસલક્ષી કાર્યોને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં શહેરના માર્ગ-મકાન, સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્ટ્રીટલાઇટ, ગટર વ્યવસ્થા અને નગર વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ માટે જોગવાઈ કરવામાં આવી છે. 'અ' વર્ગમાં સમાવેશ થયા બાદનું આ પ્રથમ બજેટ હોવાથી તેને નગરપાલિકા માટે ઐતિહાસિક અને વિકાસમુખી બજેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ બજેટને લઈને આશા જાગી છે કે છોટાઉદેપુર શહેરમાં વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે.
    Click here to Read More
    Previous Article
    અશાંત ધારાના ઉલ્લંઘન સામે રહીશોનો રોષ:'યેનકેન પ્રકારે' મિલકતો પચાવી પાડવાના કાવતરાનો આક્ષેપ કરતા રહીશો
    Next Article
    પાટીલના જન્મદિવસે લોહી આપવા ગયો ને પોતે જ લોહીલુહાણ થયો:ભાજપ કાર્યકર પવનસિંગ અને તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ; CP કચેરીએ મહિલાઓનો હોબાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment