Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પાલિકા પ્રમુખે વિદાય પહેલા ભુરાવાવના રસ્તાઓને આપી મંજૂરી:કરોડોના ખર્ચે નવા રસ્તા બનશે, કાલથી ટેન્ડર પ્રક્રિયા શરૂ

    4 days ago

    ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણે પોતાની અઢી વર્ષની ટર્મના અંતિમ દિવસે શહેરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ભુરાવાવ વિસ્તારના વર્ષોથી પડતર મુખ્ય રસ્તાઓની સમસ્યાનો ઉકેલ લાવતા કરોડોના ખર્ચે નવા રસ્તા બનાવવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, ગણેશનગરથી નાલંદા સ્કૂલ અને મહાદેવ રોડ સુધીના લાંબા રસ્તા માટે કુલ 1 કરોડ 61 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી ત્રણ અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, તત્વ નમકીનથી આયુષી જનરલ સ્ટોર સુધીનો બિસ્માર રસ્તો પણ 18 લાખ રૂપિયાના ખર્ચે નવો બનાવવામાં આવશે. આ બંને રસ્તાઓ માટેની ટેન્ડર પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. ટેન્ડર આવતીકાલે પ્રસિદ્ધ થશે અને આગામી 21 દિવસની પ્રક્રિયા બાદ યુદ્ધના ધોરણે રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે. પ્રમુખે નગરજનો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રમુખે જણાવ્યું હતું કે, "અમે નગરજનોને ખાતરી આપી હતી કે અમારા શાસન દરમિયાન આ રસ્તાઓનું કામ પૂર્ણ કરીશું. આજે તેની મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને અમે અમારું વચન નિભાવ્યું છે. આગામી ચૂંટણી પહેલા આ બંને રસ્તાઓ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે." આ વિકાસકાર્યોની જાહેરાતથી ભુરાવાવ વિસ્તારના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જાહેરાત નગરપાલિકાના તમામ કોર્પોરેટરો અને સ્ટાફની હાજરીમાં કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં રાંધણ ગેસની અછતની વાતો અફવા:પુરવઠા વિભાગે એજન્સીવાર આંકડા જાહેર કર્યા, ગૃહિણીઓને રાહત
    Next Article
    ઉકાઈ મત્સ્યોદ્યોગ કચેરીમાં ACBનો સપાટો:સબસીડીના બદલામાં લાંચ લેતા અધિકારી રંગેહાથ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment