Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં રાંધણ ગેસની અછતની વાતો અફવા:પુરવઠા વિભાગે એજન્સીવાર આંકડા જાહેર કર્યા, ગૃહિણીઓને રાહત

    1 week ago

    નવસારી જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની અછત અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, જિલ્લા પુરવઠા વિભાગે આ મામલે સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ગેસની કોઈ તંગી નથી. પુરવઠા અધિકારીએ ગ્રાહકોને ભ્રામક વાતોથી દૂર રહેવા અને નિશ્ચિંત રહેવા અપીલ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી ડો. કે.પી. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કાર્યરત તમામ ગેસ એજન્સીઓ પાસે બુકિંગની સામે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતી અછતની વાતો પાયાવિહોણી છે. વહીવટી તંત્ર દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પુરવઠા વિભાગ દ્વારા નવસારી જિલ્લાની વિવિધ એજન્સીઓમાં પ્રતિદિન ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતાના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગ્રાહકો માટે પૂરતા સિલિન્ડર ઉપલબ્ધ છે. ઇન્ડિયન ગેસ એજન્સીઓ દ્વારા પ્રતિદિન ઉપલબ્ધ રાંધણગેસ સિલિન્ડરની સંખ્યા નીચે મુજબ છે: અષ્ટગામ ઇન્ડિયન ગેસ એજન્સી: 24, ફડવેલ ઇન્ડિયન ગેસ એજન્સી: 25, કેવલવ્યા ગેસ એજન્સી: 69, ખેરગામ ઇન્ડિયન ગેસ એજન્સી: 5, મહુવર ઇન્ડિયન ગેસ એજન્સી: 25, રામદૂત ઇન્ડિયન ગ્રામીણ વિતરક: 99, ટાંકલ ગેસ એજન્સી: 6. અન્ય એજન્સીઓ જેવી કે જુમર ગેસ સર્વિસ પાસે 306, ભારત ગેસ એજન્સી પાસે 220, ક્રિષ્ના ગેસ પોઇન્ટ પાસે 331, પાડી વાલા ગેસ સર્વિસ પાસે 77, આર એન દેસાઈ પાસે 921, આર એન દેસાઈ નવસારી પાસે 388 અને ત્રિદેવ ગેસ એજન્સી પાસે 358 સિલિન્ડર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ફાલ્કન ગેસ એજન્સી પાસે 268, ગુંજન ગેસ એજન્સી પાસે 801, પ્રેમાભાઈ દુર્લભભાઈ મિસ્ત્રી પાસે 492, અંબે ગેસ એજન્સી પાસે 132, શ્રીનાથ ગેસ એજન્સી પાસે 73, મેહુલ ગેસ એજન્સી પાસે 736 અને નવસારી ગેસ એજન્સી પાસે 380 સિલિન્ડર પ્રતિદિન વિતરણ માટે ઉપલબ્ધ રહે છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે જિલ્લામાં ગેસની સપ્લાય ચેઈન મજબૂત છે. ગ્રાહકોએ ગભરાવાની કે સંગ્રહખોરી કરવાની કોઈ જરૂર નથી.
    Click here to Read More
    Previous Article
    'દેશમાં હાલની સ્થિતિ માત્ર માનવસર્જિત, ગેસની અછત નથી':પ્રહલાત મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું-માત્ર અરાજકતા ફેલાવવાનું કામ કર્યું; શ્રમજીવીઓને તકલીફ પડે એટલે વતન યાદ આવે
    Next Article
    ગોધરા પાલિકા પ્રમુખે વિદાય પહેલા ભુરાવાવના રસ્તાઓને આપી મંજૂરી:કરોડોના ખર્ચે નવા રસ્તા બનશે, કાલથી ટેન્ડર પ્રક્રિયા શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment