Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દેશમાં હાલની સ્થિતિ માત્ર માનવસર્જિત, ગેસની અછત નથી':પ્રહલાત મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું-માત્ર અરાજકતા ફેલાવવાનું કામ કર્યું; શ્રમજીવીઓને તકલીફ પડે એટલે વતન યાદ આવે

    1 week ago

    દેશમાં ગેસ પુરવઠાની અછત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને સરકારી અનાજ-કેરોસીન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે સુરત કલેક્ટર સાથે મુલાકાત કરી કેરોસીન વિતરણ વ્યવસ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરી હતી. જોકે, આ મુલાકાત દરમિયાન તેમણે ગેસની તંગીને નકારી કાઢીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ગેસની અછત એ 'માનવસર્જિત' આફત: પ્રહલાદ મોદી સુરત કલેક્ટર કચેરી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં પ્રહલાદ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'દેશમાં હાલ જે સ્થિતિ સર્જાઈ છે તે માત્ર માનવસર્જિત છે. ગેસની કોઈ જ અછત નથી.' તેમણે દાવો કર્યો હતો કે ગેસ બુકિંગના આંકડાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. તેમના મતે, લોકોના મનમાંથી જ્યારે તંગીનો ડર નીકળી જશે, ત્યારે આ સમસ્યા આપોઆપ ઉકેલાઈ જશે. વિપક્ષનું 'અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર' પ્રહલાદ મોદીએ ગેસ અને અનાજની અછત મુદ્દે હોબાળો મચાવતા વિપક્ષી દળોને આડે હાથ લીધા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, "વિરોધ પક્ષે દેશની અંદર અરાજકતા ફેલાવવા માટે આ કૃત્રિમ હોબાળો ઊભો કર્યો છે. વાસ્તવમાં જનતાને કોઈ તકલીફ છે જ નહીં." તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષ માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે, જ્યારે સરકાર પાસે તમામ પ્રકારના પુરવઠાનું પર્યાપ્ત આયોજન છે. ત્રણ વર્ષ બાદ કેરોસીન વિતરણની હિલચાલ રાજ્યમાં લાંબા સમયથી બંધ પડેલી કેરોસીન વિતરણ વ્યવસ્થા ફરી શરૂ થાય તેવા સંકેતો પ્રહલાદ મોદીએ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી રહી છે, જેમાં ત્રણ વર્ષ બાદ ફરીથી કેરોસીન વિતરણમાં મુકાશે. આ માટે તેઓ વડોદરા અને સુરતમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. સરકાર ઈચ્છે છે કે લોકો ગેસની ચિંતા છોડે, "આ (ગેસ) નથી તો આ (કેરોસીન) છે," તેવા અભિગમ સાથે જનતાને ભૂખ્યા ન રાખવાની ખાતરી આપવામાં આવી રહી છે. શ્રમજીવીઓના પલાયન પર સૂચક નિવેદન સુરતમાંથી શ્રમજીવીઓ વતન તરફ જઈ રહ્યા છે તેવા પ્રશ્ન પર પ્રહલાદ મોદીએ તેને માનવ સ્વભાવ ગણાવ્યો હતો. તેમણે કોરોનાકાળનું ઉદાહરણ આપતા કહ્યું કે, "કોરોના વખતે પણ આપણે અહીં જ રહ્યા હતા, કોઈ ભૂખ્યું મર્યું નથી. પરંતુ શ્રમજીવી વર્ગની માનસિકતા હોય છે કે સહેજ પણ તકલીફ દેખાય એટલે તેમને વતન યાદ આવી જાય છે." તેમણે કામદારોના પલાયનને ગંભીર સમસ્યા માનવાને બદલે એક સામાન્ય પ્રતિક્રિયા ગણાવી હતી. કેરોસીન સપ્લાયની ગેરંટી માટે સરકાર સામે શરત એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રહલાદ મોદીએ વેપારીઓના હિતની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે, જો સરકાર અમને લાંબા ગાળા માટે કેરોસીન સપ્લાયની ગેરંટી આપે, તો જ અમે નવા બેરલ અને સાધન-સામગ્રીની ખરીદીની તૈયારી કરી શકીએ. જો સરકાર ગેરંટી ન આપે, તો સ્ટોરેજની વ્યવસ્થા સરકારે કરી આપવી જોઈએ. આ અંગે તેઓ ટૂંક સમયમાં સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો પણ કરવાના છે. કલેક્ટર સાથેની મુલાકાત અને ભવિષ્યનું આયોજન પ્રહલાદ મોદીએ સુરત કલેક્ટર સાથેની બેઠકમાં કેરોસીન ક્યારે અને કેવી રીતે મળશે તે અંગેની વિગતવાર રજૂઆત કરી હતી. હાલમાં જે જથ્થો ફાળવવામાં આવ્યો છે તેને તેમણે પર્યાપ્ત ગણાવ્યો છે. આગામી દિવસોમાં વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે માટે તેઓ સતત સરકારી તંત્રના સંપર્કમાં છે. જોકે, તેમના ગેસની અછત ન હોવાના નિવેદને સુરતના સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોમાં ચર્ચા જગાવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર પોલીસે બુટલેગરો-અસામાજિક તત્વોના ઘરે દરોડા પાડ્યા:PGVCL સાથે કાર્યવાહી, ₹12.60 લાખનો દંડ, 35 સામે ગુના
    Next Article
    નવસારીમાં રાંધણ ગેસની અછતની વાતો અફવા:પુરવઠા વિભાગે એજન્સીવાર આંકડા જાહેર કર્યા, ગૃહિણીઓને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment