Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર પોલીસે બુટલેગરો-અસામાજિક તત્વોના ઘરે દરોડા પાડ્યા:PGVCL સાથે કાર્યવાહી, ₹12.60 લાખનો દંડ, 35 સામે ગુના

    4 days ago

    જામનગર ગ્રામ્ય ડિવિઝન પોલીસે ગુનેગારો અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરી છે. પોલીસે PGVCL ટીમ સાથે મળીને લિસ્ટેડ બુટલેગરો, હિસ્ટ્રીશીટરો અને ડ્રગ્સ પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સોના ઘરે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹12.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, પંચ-એ, ધ્રોલ, જોડીયા, કાલાવડ ટાઉન અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કાફલાએ PGVCLની ટીમને સાથે રાખીને 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવી કાર્યવાહી કરી હતી. આ ઓપરેશન દરમિયાન કુલ 106 બુટલેગર, હિસ્ટ્રીશીટર અને ડ્રગ્સ માફિયાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 35 ગુના વીજ ચોરીના નોંધાયા હતા, જેમાં કુલ ₹12.60 લાખનો વીજ દંડ વસૂલવામાં આવ્યો. આ ઉપરાંત, પ્રોહિબિશન (દારૂ)ના ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર, સામાન્ય રીતે ગુનેગારો જેલમાંથી છૂટ્યા પછી ફરી ગુનાખોરી તરફ વળતા હોય છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુનેગારોના આર્થિક નેટવર્ક પર પ્રહાર કરવાનો છે. દરોડા દરમિયાન અનેક નામચીન શખ્સોના ઘરે ડાયરેક્ટ વીજ લંગરિયા અને મીટર સાથેની ચેડાં પકડાયા હતા. પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે, "ગુનેગારોમાં કાયદાનો ભય જળવાઈ રહે અને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર આર્થિક રીતે પણ લગામ લાગે તે હેતુથી આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી." અસામાજિક તત્વોને કડક ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા આ પ્રકારના આકરા પગલાં ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ શિક્ષક મંડળીના 50 વર્ષ પૂર્ણ:સુવર્ણ મહોત્સવ ઉજવાયો; જૂની પેન્શન યોજના, પડતર પ્રશ્નો પર ચર્ચા
    Next Article
    'દેશમાં હાલની સ્થિતિ માત્ર માનવસર્જિત, ગેસની અછત નથી':પ્રહલાત મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું-માત્ર અરાજકતા ફેલાવવાનું કામ કર્યું; શ્રમજીવીઓને તકલીફ પડે એટલે વતન યાદ આવે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment