Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંચન પ્રોજેક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો:ભરૂચની નારાયણ અરીના સોસાયટીમાં નાગરિકોને માહિતી અપાઈ

    4 days ago

    ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરીના સોસાયટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'કંચન' પ્રોજેક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, નાગરિકોને ઘરેલુ ભીના કચરામાંથી જૈવિક ખાતર (કમ્પોસ્ટ) બનાવવાની સરળ અને અસરકારક પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રસોડામાંથી નીકળતા ભીના કચરાનો યોગ્ય ઉપયોગ કરીને ગુણવત્તાસભર ખાતર કેવી રીતે તૈયાર કરી શકાય તેનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાયું હતું. આ પ્રસંગે સેજલ કાપડિયાએ જણાવ્યું હતું કે, જો દરેક નાગરિક પોતાના ઘરના સ્તરે જ કચરાનું વિભાજન અને યોગ્ય સંચાલન શરૂ કરે, તો શહેરને સ્વચ્છ અને પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. તેમણે ઉમેર્યું કે 'કંચન' પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કચરાને સંપત્તિમાં પરિવર્તિત કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે. કાર્યક્રમના અંતે, નાગરિકોને 'કંચન' પ્રોજેક્ટમાં જોડાઈ ઘરેલુ કચરાનું સંચાલન કરવા અને સ્વચ્છતા તથા પર્યાવરણ જાળવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    6 શખસોએ કુહાડી-પાઈપના આડેધડ ઘા મારી યુવકની હત્યા કરી:રાજકોટમાં PM રૂમની બહાર દલિત સમાજના ધરણાં; સુદ્ધબુદ્ધ ખોઈ બેસેલી પત્નીએ કહ્યું-હું મરી જાય, મને મારો ભાવલો જોઈએ છે
    Next Article
    સુરતની અનિશાએ નેશનલ લેવલે જીત્યું બ્રોન્ઝ:માત્ર 1 વર્ષની તાલીમમાં અકસ્માતના આઘાતને હરાવી હૈદરાબાદમાં મેળવી ઐતિહાસિક સફળતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment