Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીજી જાગી ગયા હશે, તેઓ ઊંઘતાં જ નથી...:ટ્રમ્પે સવારે 6 વાગ્યે PMને ફોન કરવાની વાત કહી, અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે ટ્રમ્પ-મોદીની મિત્રતાનો મજેદાર કિસ્સો જણાવ્યો

    1 day ago

    વોશિંગ્ટનમાં આયોજિત યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) લીડરશિપ સમિટ 2026માં ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે કહ્યું છે કે અમેરિકા ભારત સાથે ખભે ખભા મિલાવીને કામ કરવા માગે છે અને દુનિયામાં ભારતની વધતી તાકાતને સંપૂર્ણપણે સ્વીકારે છે. ગોરે કહ્યું, "અમે ભારત સાથે વધુ એક મોટા કરારને પૂર્ણ કરવાની ખૂબ નજીક છીએ. પ્રસ્તાવિત વેપાર કરાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે." ગોરે જણાવ્યું કે કેટલાક અઠવાડિયા પહેલા નવી દિલ્હીમાં એક ભારતીય મંત્રી સાથે તેમની મુલાકાત થઈ હતી. મંત્રીએ તેમને કહ્યું, સમાચારોમાં ભલે ગમે તે દેખાય, 50 વર્ષ પછી પણ ભારત અને અમેરિકા મિત્ર રહેશે. અમેરિકા દુનિયાનું સૌથી જૂનું લોકતંત્ર છે અને ભારત સૌથી મોટું લોકતંત્ર. ગોરે મોદી-ટ્રમ્પની મિત્રતાનો કિસ્સો પણ સંભળાવ્યો ગોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતાનો એક કિસ્સો પણ સંભળાવ્યો. તેમણે જણાવ્યું કે થોડા મહિના પહેલા ટ્રમ્પ સવારે 6 વાગ્યે (ભારતીય સમય અનુસાર) જ પીએમ મોદીને ફોન કરવા માંગતા હતા. ગોરે જણાવ્યું કે તેઓ મિયામીમાં એક UFC ઇવેન્ટ દરમિયાન ટ્રમ્પ સાથે બેકસ્ટેજ બેઠા હતા. ત્યારે જ ટ્રમ્પે કહ્યું, "ચાલો વડાપ્રધાન મોદીને ફોન કરીએ." જ્યારે ગોરે જણાવ્યું કે ભારતમાં તે સમયે સવારના 6 વાગ્યા છે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, "તેઓ ઉઠ્યા હશે. તેઓ મારા જેવા છે, સૂતા નથી." જોકે, ટ્રમ્પને થોડીવાર પછી મંચ પર જવાનું હતું, તેથી બંને નેતાઓની વાતચીત બીજા દિવસે નક્કી કરવામાં આવી. ગોરે કહ્યું કે આ દર્શાવે છે કે ટ્રમ્પ, વડાપ્રધાન મોદીને પોતાના નજીકના મિત્ર માને છે. તેમણે કહ્યું, “જ્યારે કોઈ તમારો મિત્ર હોય છે ત્યારે દરેક વાતચીત અગાઉથી નક્કી કરવી પડતી નથી. તમે સીધો ફોન કરીને પૂછી શકો છો કે કેમ છો.” તેમણે કહ્યું કે ટ્રમ્પ ભારતનું સન્માન કરે છે અને વડાપ્રધાન મોદીને ઘણા અન્ય વિશ્વ નેતાઓથી અલગ દૃષ્ટિથી જુએ છે. ગોરના મતે, બંને નેતાઓ વચ્ચેનો આ જ વિશ્વાસ ભારત-અમેરિકા સંબંધોને પણ મજબૂત બનાવે છે. આ જ કાર્યક્રમમાં ભારતીય મૂળના અમેરિકી ડેમોક્રેટિક સાંસદ રો ખન્નાએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા 30 વર્ષમાં સૌથી ખરાબ તબક્કામાં પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે ટ્રમ્પની ટેરિફ નીતિ, ઇરાન સાથે યુદ્ધ અને સહયોગી દેશોની સલાહ લીધા વિના નિર્ણયો લેવાથી અમેરિકાની શાખને નુકસાન થયું છે. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકાએ ભારત, યુરોપ અને કેનેડા જેવા પોતાના સહયોગી દેશો સાથે વાત કર્યા વિના ઇરાન પર સૈન્ય કાર્યવાહી કરી. આવા નિર્ણયોથી પોતાના સહયોગી દેશોનો વિશ્વાસ નબળો પડ્યો છે. ખન્નાએ કહ્યું- ટેરિફથી વિશ્વાસની એક પેઢી ખતમ થઈ ગઈ રો ખન્નાએ ટ્રમ્પની ટેરિફ નીતિને પણ ખોટી ગણાવી. તેમણે દાવો કર્યો કે તાજેતરમાં ચીન યાત્રા દરમિયાન તેમની મુલાકાત એક ભારતીય રાજદૂત સાથે થઈ. ખન્ના મુજબ, રાજદૂતે તેમને કહ્યું, "તમારા રાષ્ટ્રપતિના કારણે વિશ્વાસની એક આખી પેઢી સમાપ્ત થઈ ગઈ છે." તેમણે કહ્યું કે જો ટ્રમ્પની નીતિઓથી થયેલા નુકસાનને સ્વીકારવામાં નહીં આવે તો તે સત્યથી મોં ફેરવવા જેવું હશે. રો ખન્નાએ ટ્રમ્પને ‘લેમ ડક’ રાષ્ટ્રપતિ ગણાવતા દાવો કર્યો કે ડેમોક્રેટિક પાર્ટી આગામી મધ્યસત્ર ચૂંટણીમાં પ્રતિનિધિ સભામાં બહુમતી મેળવશે અને 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી પણ જીતશે. તેમણે કહ્યું કે નવી પેઢીને અમેરિકાની સાથે-સાથે દુનિયાના દેશો સાથેના તેના સંબંધો પણ ફરીથી મજબૂત કરવા પડશે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ દુનિયાના દેશો સાથે મળીને ચાલવામાં વિશ્વાસ રાખતા હતા અને ભારતના સ્વતંત્રતા આંદોલનનું પણ સમર્થન કરતા હતા.
    Click here to Read More
    Previous Article
    Uber expands safety features in India with ambulance support, video recordings
    Next Article
    11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, નવસારીમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં:ગીર પંથકમાં પણ વાવણી લાયક વરસાદ; આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment