Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાયગઢમાં સામાજિક વર્તણૂંક પરિવર્તન સંચાર કાર્યક્રમ:મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં આરોગ્ય જાગૃતિ પર ભાર

    1 week ago

    સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ખાતે આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકોમાં સકારાત્મક વર્તણૂક પરિવર્તન લાવવા માટે સામાજિક વર્તણૂક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાએ નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી આરોગ્ય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવ માટે કિશોરીઓમાં HPV રસીકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજમાં આરોગ્યલક્ષી જાગૃતિ વધારવા માટે સૌને સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે લોકોમાં વૈજ્ઞાનિક સમજણ વિકસે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. પીઅર એજ્યુકેટરોએ રોલ પ્લે, પ્રદર્શન અને સંવાદાત્મક રજૂઆત દ્વારા ગ્રામજનોને સરળ અને અસરકારક રીતે આરોગ્ય સંદેશાઓ પહોંચાડ્યા હતા. આ કાર્યક્રમમાં ક્ષયરોગ (TB) નિવારણ અને સમયસર સારવાર, વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત પોષણ અને માતા-બાળ આરોગ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. અતિ જોખમી સગર્ભા માતાઓની સમયસર ઓળખ અને સંભાળ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ જેસીંગભાઈ પટેલ, અદાપુરના મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગની ટીમ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ PM દેવગૌડાએ રાહુલના પ્રદર્શનની ટીકા કરી:સોનિયાને પત્ર લખીને કહ્યું- સંસદની સીડીઓ પર ચા-નાસ્તો કરવો તેની ગરિમા ખરડાય છે
    Next Article
    રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં:ટોયલેટ-ઓડિટોરિયમ પાસેથી દારૂની 15 ખાલી બોટલો મળી, સિક્યુરિટીના મસમોટા ખર્ચ છતાં નશાખોરીની પ્રવૃત્તિથી શિક્ષણ જગત લજવાયું, કુલપતિએ આપ્યા તપાસના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment