Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આડા સંબંધની શંકાએ યુવકને માર માર્યો:દાત્રાણા રોડ પર ચાર શખ્સોએ લાકડી-પાઈપથી હુમલો કર્યો, ફરિયાદ નોંધાઈ

    1 week ago

    સાંતલપુરના વૌવા ગામના એક યુવક પર તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી ચાર શખ્સોએ દાત્રાણા રોડ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકને લાકડી અને લોખંડની પાઇપ વડે માર મારી ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડાયો હતો, અને સાંતલપુર પોલીસ મથકે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સાંતલપુર પોલીસ મથકે નારણ માદેવભાઈ બોરીચાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના પિતરાઈ ભાઈ વેલાભાઇ સાથે મોટર સાઇકલ પર સાંતલપુરથી વૌવા ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન, દાત્રાણાથી વૌવા જવાના રોડ પર ભોજાસરી તલાવડી પાસે આવેલા નાગલ માતાજીના મંદિર નજીક બમ્પ આવતા નારણે મોટર સાઇકલ ધીમી પાડી હતી. આ તકે, ત્યાં અગાઉથી હથિયારો સાથે ઉભેલા વૌવા ગામના રસિક રવાભાઈ ધયડા, મેદા જીતાભાઇ ધયડા, કાંતી રવાભાઇ ધયડા અને બાબુ રવાભાઈ ધયડાએ તેમને આંતર્યા હતા. હુમલાખોરો પૈકી મેદાભાઇએ લાકડી વડે હુમલો કરતા નારણ મોટર સાઇકલ પરથી નીચે પડી ગયા હતા. આરોપીઓએ નારણ પર બાબુની પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ, ચારેય શખ્સોએ એકસંપ થઈ લાકડી અને લોખંડની પાઇપો વડે નારણને શરીરના ભાગે આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં નારણને બંને પગે ઢીંચણ નીચે, પીઠના ભાગે અને જમણા હાથના કાંડા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન નારણના પિતરાઈ ભાઈએ વચ્ચે પડી તેમને વધુ માર ખવડાવતા બચાવ્યા હતા. જતા-જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને રાહદારીઓની મદદથી સાંતલપુર સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને બંને પગે ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે સાંતલપુર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ 118(1), 115(2), 296(b), 351(3), 54 અને જી.પી.એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ દિલીપસંગ લાભુજી જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    LM કોલેજ ઓફ ફાર્મસી દ્વારા 17 માર્ચે અન્વેષણ 2026 યોજાશે:500થી વધુ વિદ્યાર્થી, 25 સ્ટાર્ટઅપ અને 41 પેન્ટન્ટ રજૂ કરશે, ઉદ્યોગપતિઓ સાથે સંવાદ યોજાશે
    Next Article
    PNG ધારકોનું LPG ગેસ કનેક્શન રદ થશે:પુરવઠા વિભાગે હોટેલ-રેસ્ટોરન્ટમાંથી 150 ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment