Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LM કોલેજ ઓફ ફાર્મસી દ્વારા 17 માર્ચે અન્વેષણ 2026 યોજાશે:500થી વધુ વિદ્યાર્થી, 25 સ્ટાર્ટઅપ અને 41 પેન્ટન્ટ રજૂ કરશે, ઉદ્યોગપતિઓ સાથે સંવાદ યોજાશે

    1 week ago

    એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસી દ્વારા 17 માર્ચના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ફાર્મા અન્વેષણ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સહયોગથી રાજ્ય સ્તરનો ફાર્મા અન્વેષણ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાના સંશોધન અને ઔદ્યોગિક ઉપયોગીતા વચ્ચેના અંતરને દૂર કરવા માટે ફાર્મા અન્વેષણ કામ કરશે. 500 કરતા વધુ વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ, પેટન્ટ અને ફાર્માસ્યુટિકલ થીમ્સ એક્સપર્ટ સામે રજૂ કરવાના છે. જે બાદ દવા ઉદ્યોગના નિયામક અને દવા ક્ષેત્રના ઉદ્યોગપતિઓ વચ્ચે સંવાદ યોજશે. સ્ક્વેર ફાર્મા ઇકોસિસ્ટમ, અકેડેમિયા, ઉદ્યોગ, સંશોધન એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસી દેશની પ્રથમ ફાર્મસી કોલેજોમાંની એક છે. જેથી આ વખતે રાજ્ય સ્તરનો ફાર્મા અન્વેષણ 2026નો કાર્યક્રમ એલ.એમ. કોલેજ દ્વારા આયોજિત કરવામાં આવશે. જેથી ફાર્મા અન્વેષણ 2026માં રાજ્યભરના અનેક ફાર્મસી કોલેજોના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમની થીમ સ્ક્વેર ફાર્મા ઇકોસિસ્ટમ, અકેડેમિયા, ઉદ્યોગ, સંશોધન, નિયામક અને દર્દીઓ વચ્ચે સમન્વય રાખવામાં આવી છે. ફાર્મા અન્વેષણ 2026માં વિદ્યાર્થીઓ અને સંશોધકોને તેમના નવા વિચારો રજૂ કરવાની તક મળશે. 145 સંશોધન પ્રોજેક્ટ, 63 AI આધારિત વીડિયો આ કાર્યક્રમમાં 400થી વધુ ડેલિગેટ્સ ભાગ લેવાના છે. તેમાં ઉદ્યોગ સાથે જોડાયેલા સંશોધન દર્શાવતા 145 સંશોધન પ્રોજેક્ટ પણ રજૂ કરશે. તેમજ 63 સ્ટાર્ટઅપ ઇનોવેશન મોડલ, 63 AI આધારિત વિડિઓ અને ટૂંકી ફિલ્મો તથા 41 પેટન્ટ સંબંધિત રજૂઆતો પણ કાર્યક્રમમાં રજૂ કરશે. કાર્યક્રમ દરમિયાન ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના નિયમનકારો અને ઉદ્યોગપતિઓ વચ્ચે વિશેષ સંવાદ સત્ર પણ યોજાશે. આ સત્રમાં દવા ઉદ્યોગના નિયમો, સંશોધન અને નવીન ટેકનોલોજી અંગે ચર્ચા કરવામાં આવશે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રો. અનિલ કુમાર ગુપ્તાની હાજરી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને હીના બી ટેકટાઇલ્સના સ્થાપક પ્રો. અનિલ કુમાર ગુપ્તા હાજર રહેશે. તેમજ સંયુક્ત કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ગુજરાત એ. એલ. રાવલ, CDSCOના ડિરેક્ટર ડૉ. શ્રીરામ વેંકટર અને સહિતના નિષ્ણાતો પણ ઉપસ્થિત રહેવાના છે. વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે. જેમાં પેટન્ટ પિચિંગ, ઇનોવેશન મોડલ પ્રેઝન્ટેશન, સ્ટાર્ટઅપ ઇનોવેશન પિચિંગ, ઉદ્યોગ સાથે સંકળાયેલ સંશોધન પ્રેઝન્ટેશન અને AI આધારિત વિડિયો સ્પર્ધા સહિત કુલ 6 શ્રેણીમાં સ્પર્ધાઓ યોજાશે. જેમાં કુલ 312 જેટલી એન્ટ્રીઓ નોંધાઈ છે. નવીન વિચારો રજૂ કરવા માટે ઉત્તમ મંચ આ કાર્યક્રમ યુવા ફાર્મસી વિદ્યાર્થીઓ અને સંશોધકોને તેમની નવીન વિચારો રજૂ કરવા માટે ઉત્તમ મંચ પૂરો પાડશે. સાથે જ ઉદ્યોગપતિઓ અને નિયામક તંત્રના નિષ્ણાતો દ્વારા મળતું માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં નવી તકો સર્જવામાં મદદરૂપ બનશે. ફાર્મસી ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ બનાવવામાં આવ્યા છે તે લોકો સુધી પહોંચાડાશે એલ.એમ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મહેશ છબરીયાએ જણાવ્યું હતું કે, 17 માર્ચના રોજ ફાર્મા અન્વેષણ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મા અન્વેષણ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો કાર્યક્રમ છે. વિદ્યાર્થીઓ કે અન્ય લોકો દ્વારા ફાર્મસી ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ બનાવવામાં આવ્યા છે તે લોકો સુધી પહોંચાડવા માટે મંચ પુરું પાડવામાં આવશે. જેની પેટન્ટ પ્રકાશિત થઈ છે, જેને સ્ટાર્ટઅપ પ્રકાશિત કરાવ્યું છે તેવા લોકો ફાર્મા ઉદ્યોગપતિઓને એક મંચ પર લાવવામાં આવશે. લોકો સુધી કઈ રીતે પહોંચાડવો તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અન્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. '41 અરજી આવી હતી જેમાંથી હવે 17 મંજૂર કરી' વધુમાં એલ.એમ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મહેશ છબરીયાએ જમાવ્યું હતું કે, ગુજરાતની બીજી અનેક યુનિવર્સિટીઓના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવશે. દરેક રાજ્યમાં અને ઝોનમાં પણ આ કાર્યક્રમ મોટાપાયે થશે. જેથી ગુજરાત ઝોનમાં જવાબદારી અમારી કોલેજને આપવામાં આવી છે. 8 જેટલી પેટન્ટ ગ્રાન્ટેડ છે, પબ્લીશ થઈ હોય તેવી 41 અરજી આવી હતી જેમાંથી હવે 17 મંજૂર કરી છે. '48 વીડિયોનું પ્રેઝન્ટેશન કરાવીશું' તેને વધુમાં કહ્યું કે, કારણ કે એક જ દિવસનો કાર્યક્રમ હોવાથી આટલી અરજી જ મંજૂર કરવામાં આવી છે. જે લોકો માટે ઉપયોગી થઈ શકે તેવી જ અરજીઓ મંજૂર કરવામાં આવે છે. તેમજ સ્ટાર્ટઅપની 63 અરજી આવી છે જેમાંથી 25 સ્ટાર્ટઅપને પ્રેઝન્ટેશન કરાવીશું. તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વીડિયો બનાવી જેની 68 અરજી આવી છે, જેમાંથી 48 વીડિયોનું પ્રેઝન્ટેશન કરાવીશું.
    Click here to Read More
    Previous Article
    માનવતાની સાચી ઇબાદત:રમજાન માસમાં જૂનાગઢના પરિવારે 3 લોકોને નવજીવન આપી ખિદમત-એ-ખલ્કનું ઉદાહરણ પૂરું પાડ્યું
    Next Article
    આડા સંબંધની શંકાએ યુવકને માર માર્યો:દાત્રાણા રોડ પર ચાર શખ્સોએ લાકડી-પાઈપથી હુમલો કર્યો, ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment