Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PNG ધારકોનું LPG ગેસ કનેક્શન રદ થશે:પુરવઠા વિભાગે હોટેલ-રેસ્ટોરન્ટમાંથી 150 ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

    1 week ago

    અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સાથેના યુદ્ધના કારણે ગેસના સિલિન્ડરની અછત સર્જાતા ભારતમાં કોમર્શિયલ ગેસનું વિતરણ બંધ કરવામાં આવતા હોટેલ અને રેસ્ટોરન્ટ બિઝનેસ પડી ભાંગ્યો છે. આ વચ્ચે રાજકોટમાં હવે PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન હશે તેમનું LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) કનેક્શન રદ કરવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હોટલ અને રેસ્ટોરન્ટમાંથી 150 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા અગાઉ PNG ગેસ ધારકોને એક LPG ગેસ સિલિન્ડર રાખવાની સરકારે છૂટ આપી હતી અને તેમાં દર ત્રણ મહિને ગેસ રિફિલિંગ થઈ શકતુ હતુ. જોકે યુદ્ધને લીધે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને અનુસરતા PNG કનેક્શન ધરાવતા LPG કનેક્શન રદ થશે. આ દરમિયાન રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં હોટલ અને રેસ્ટોરન્ટમાંથી 150 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. નાગરિકોને ઘરેલુ ગેસનો જરૂરી પુરવઠો મળી રહે તે માટે વિચાર-વિમર્શ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાએ જણાવ્યુ હતુ કે, કલેકટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં શહેર તથા જિલ્લાના નાગરિકોને ઘરેલુ ગેસનો જરૂરી પુરવઠો મળી રહે તે માટે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં GSPC(ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) અને ઘરેલુ ગેસનુ વિતરણ કરતી કંપનીના અધિકારીઓ સામેલ થયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં તરલીકૃત પેટ્રોલીયમ ગેસ(પુરવઠા અને વિતરણનું નિયમન) સુધારા આદેશ, 2026 જાહેર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર અમલી બનાવાયેલા આ સુધારા આદેશની જાણકારી આપવામાં આવી હતી. PNG ગેસ ધારકો માટે નવા LPG કનેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જે મુજબ રાજ્યના નાગરિકો LPG અને PNG પૈકી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે. બંને કનેક્શન એક સાથે રાખી શકશે નહીં અથવા સરકારી તેલ કંપનીઓ કે તેમના વિતરકો પાસેથી રીફીલ મેળવી શકશે નહી. PNG ગેસ ધારકો માટે નવા LPG(લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) કનેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી હવે પીએનજી ગેસ ધારકો નવા ગેસ સિલિન્ડર માટે અરજી કરી શકશે નહીં.PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન ધરાવતા ગ્રાહકને LPG કનેક્શન પરત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. OMCના અધિકારી તથા PNGના અધિકારી સાથે સંપર્કમાં રહી દૈનિક ધોરણે સમીક્ષા જિલ્લામાં LPGનો કોઇપણ પ્રકારનો બિન જરૂરી સંગ્રહ(સ્ટોક) તથા કાળાબજારી ન થાય, ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય તે અર્થે અત્રેથી ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરી જથ્થો સમયસર ઉપલબ્ધ થાય તે રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. જિલ્લા પુરવઠા અધિકારીની સુચના મુજબ જિલ્લામાં અત્યાર સુધી હોટલ, રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા વગેરે જગ્યાઓ પર આકસ્મિક તપાસણી કરી અંદાજીત 150 જેટલા ઘરેલું LPG સિલિન્ડર સીઝ કરવામાં આવેલ છે. ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અપાતી સૂચનાઓ મુજબ જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ તથા તેમના ગોડાઉન ખાતે ગેસની બોટલ નિયમાનુસાર આપવામાં આવે છે કે કેમ? કોઇપણ પ્રકારે બિન જરૂરી સંગ્રહ કે કાળાબજાર ન થાય તે રીતની સુચારુ વ્યવસ્થા માટે દરેક ગેસ એજન્સી તથા ગોડાઉન ખાતે એક રેવન્યુ કર્મચારી તથા એક પોલીસ કર્મચારીના હુકમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અત્રેથી તમામ OMCના અધિકારી તથા PNGના અધિકારી સાથે સંપર્કમાં રહી દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આડા સંબંધની શંકાએ યુવકને માર માર્યો:દાત્રાણા રોડ પર ચાર શખ્સોએ લાકડી-પાઈપથી હુમલો કર્યો, ફરિયાદ નોંધાઈ
    Next Article
    ભણો કે ન ભણો, ડિગ્રી લઈને મોજ કરો!:વેરાવળમાં કોંગ્રેસના જોટવા પરિવારની કોલેજમાં ગેરરીતિનો ઘટસ્ફોટ, કાગળ પર સેંકડો વિદ્યાર્થી, ચોરી રોકનાર સ્ક્વોડને પડ્યો હતો માર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment