Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ:મેડિકલ કેમ્પને સ્થાનિક લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ

    10 hours ago

    રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે તા. 14 માર્ચે Indian Red Cross Societyના સહયોગથી કોલી સમાજ વાડી, કરચલિયા પારા ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પનો સમય સવારના 9:00 થી બપોરે 1:30 સુધી રાખવામાં આવ્યો હતો. આ કેમ્પનો હેતુ લોકોને મૂળભૂત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કેમ્પમાં કુલ 223 દર્દીઓએ લાભ લીધો. કેમ્પ દરમિયાન લોકોની આંખોની તપાસ (Eye Check-up) કરવામાં આવી. જેમને નજર માટે ચશ્માની જરૂર હતી તેમને મફત ચશ્મા આપવામાં આવ્યા. સાથે સાથે મોતિયાબિંદ (Cataract) માટે પણ તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 12 લોકોને મોતિયાબિંદના ઓપરેશન માટે રિફર કરવામાં આવ્યા અને તેમની આગળની તપાસ તથા મફત ઓપરેશન માટે તારીખ આપવામાં આવી છે. આ ઉપરાંત કેમ્પમાં 162 લોકોનું હિમોગ્લોબિન ચેકઅપ કરવામાં આવ્યું. જેમનું હિમોગ્લોબિન ઓછું હતું તેમને આરોગ્ય સુધારવા માટે 3 મહિનાની આયર્ન ટેબ્લેટ્સ આપવામાં આવી. આ કેમ્પને સ્થાનિક લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ઘણા લોકોને જરૂરી આરોગ્ય માર્ગદર્શન તથા સારવાર મળી. આવા સેવા કાર્યો દ્વારા રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ સમાજની સેવા માટે સતત પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો... બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું છતાં રૂ. 500નો ઈ-મેમો:CCTVમાં હેલ્મેટ પહેરલો બાઈકચાલક દેખાયો છતાં મેમો આપ્યો, ટ્રાફિક પોલીસે ભૂલ સ્વીકારી મેમો માફ કર્યો
    Next Article
    અમરેલીમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની મુદ્દત લંબાવાઈ:રવિ સીઝન 2026-27 માટે ખેડૂતો હવે 27 માર્ચ સુધી વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment