Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લ્યો બોલો... બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું છતાં રૂ. 500નો ઈ-મેમો:CCTVમાં હેલ્મેટ પહેરલો બાઈકચાલક દેખાયો છતાં મેમો આપ્યો, ટ્રાફિક પોલીસે ભૂલ સ્વીકારી મેમો માફ કર્યો

    11 hours ago

    અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ભૂલના કારણે એક બાઈકચાલકને ખોટો ઈ-મેમો આવ્યો છે. બાઇકચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં હેલ્મેટ ન પહેરવાનો ફોટો સાથેનો મેમો આપવામાં આવ્યો છે. આ અંગે બાઇકચાલકે રજૂઆત કરતા ટ્રાફિક પોલીસે ભૂલ સ્વીકારી મેમો માફ કર્યો છે. જોકે અગાઉ પણ આ પ્રકારનો છબરડો થયો હતો. બાઇકચાલકે હેલ્મેટ પહેર્યું હતું છતાં 500 રૂપિયાનો ઇ-મેમો શહેરના બાપુનગર ટ્રાફિક જંક્શન પરથી એક બાઈકચાલકને હેલ્મેટ ન પહેરવાનો ઈ-મેમો આપવામાં આવ્યો હતો. હકીકતમાં બાઇકચાલકે હેલ્મેટ પહેર્યું હતું છતાં 500 રૂપિયાનો મેમો આવતા બાઇકચાલક મુઝવણમાં મુકાયો હતો. બાઇકચાલક દ્વારા આ અંગે ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ટેકનિકલ ભૂલના કારણે ખોટો મેમો આપ્યો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેર્યાંનો ઇ-મેમો આપ્યો હતો ટ્રાફિક પોલીસ દ્વારા બાઇકચાલકનો ખોટો આપેલો મેમો માફ કરવામાં આવ્યો છે. અગાઉ ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેર્યાંનો ઇ-મેમો આપ્યો હતો જેને લઈને ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી હતી, ત્યારે ફરી એકવાર ખોટી ઈ-મેમો આપતા વિવાદ થયો છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા દૂધસાગર ડેરીમાં ગેસ કાપ છતાં દૂધ પાવડરનું ઉત્પાદન યથાવત:વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા પ્લાન્ટ કાર્યરત, ડેરીમાં દૈનિક 26 લાખ લીટર દૂધની આવક
    Next Article
    રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ:મેડિકલ કેમ્પને સ્થાનિક લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment