Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની મુદ્દત લંબાવાઈ:રવિ સીઝન 2026-27 માટે ખેડૂતો હવે 27 માર્ચ સુધી વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે

    8 hours ago

    કેન્દ્ર સરકારે રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત અમરેલી જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે સીધી ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો કર્યો છે. ખેડૂતો હવે 27 માર્ચ, 2026 સુધીમાં વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ સીઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,585 જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. ઘઉંના વેચાણ માટે નોંધણી કરાવવા ઇચ્છુક ખેડૂતોએ 27 માર્ચ, 2026 સુધીમાં વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી પ્રક્રિયા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પૂર્ણ કરવી પડશે. નોંધણી સમયે ખેડૂતોએ આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7-12 અને 8-અ, જો પાકની વાવણીની એન્ટ્રી ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત (બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ) જેવા પુરાવા સાથે રાખવાના રહેશે. ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવનાર ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા ખરીદીની તારીખ અને સમય વિશે જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતોએ આધારકાર્ડ સાથે રાખવું પડશે અને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદવામાં આવશે. વધુ માર્ગદર્શન માટે પુરવઠા વિભાગે હેલ્પલાઈન નંબર 8511171718 અને 8511171719 પર સંપર્ક કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ:મેડિકલ કેમ્પને સ્થાનિક લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ
    Next Article
    7 Diabetes-Friendly Navratri Dishes For A Healthy Celebration

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment