Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના અઘાર ગામે કુંવારિકા માતાજીની રથયાત્રા નીકળી:હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    12 hours ago

    પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. આ પરંપરાગત લોકમેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે પ્રચંડ ભીડ જોવા મળી હતી. સોમવારથી શરૂ થયેલો આ બે દિવસીય મેળો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગામના પટેલ મહોલ્લામાંથી સવારે વેલડા જોડીને કુંવારિકા માતાજીની રથયાત્રા વાજતે ગાજતે શરૂ કરવામાં આવી હતી. મંદિરમાં આરતી ઉતાર્યા બાદ માતાજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તો માતાજીના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રાચીન મંદિરથી નીકળેલી આ રથયાત્રામાં દર્શનાર્થીઓએ અબીલ-ગુલાલ, ચોખા અને ફૂલોની વર્ષા કરીને માતાજીનું સ્વાગત કર્યું હતું. ગામમાં ફરીને રથયાત્રા તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. અહીં કુંવારિકા મૈયા રાતવાસો કરશે અને શનિવારે માતાજીનું પુન: નિજ મંદિરે સ્થાપન કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ, ખાસ કરીને મહિલાઓ, વિવિધ માનતાઓ પૂરી કરવા માટે દર્શને આવી હતી. પુત્ર જન્મની બાધા પૂરી કરવા માટે કેટલીક મહિલાઓ ગામના ગોદરેથી પોતાના બે હાથ રૂમાલથી બાંધી, તેમાં શ્રીફળ મૂકીને મંદિરે પહોંચી હતી. ત્યાં માતાજીને શીશ નમાવી શ્રીફળ વધેરીને શ્રદ્ધાપૂર્વક બાધા પૂર્ણ કરી હતી. કેટલીક મહિલાઓ માથે સળગતી સગડી મૂકીને પણ માતાજીના દર્શને આવી હતી. આ લોકમેળામાં બાળકો માટે અવનવી ચગડોળ, ચકરડી અને રાઈડ્સ ગોઠવવામાં આવી હતી, જેનો બાળકોએ ભરપૂર આનંદ માણ્યો હતો. ખાણી-પીણીના સ્ટોલ પણ ધમધમ્યા હતા અને મોતના કૂવા આસપાસ સ્ટંટ નિહાળવા શોખીનોની ભીડ જામી હતી. દર્શનાર્થીઓ માટે ઠેર ઠેર પાણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરસ્વતી તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતા સાથે ક્રૂરતા:રત્નકલાકાર પતિ જ બન્યો હૈવાન, ઘરમાં દારૂની મહેફિલ જમાવી પત્નીને માર માર્યો, 3 મિત્રો સાથે મળી પત્ની પર ગુજાર્યો ગેંગરેપ
    Next Article
    અમદાવાદમાં ઇનવિન્સિબલ એનજીઓનો ભવ્ય કાર્યક્રમ:નશામુક્તિ માટે 1400 કિમીની સાયકલ યાત્રા કરનાર યુવા શક્તિનું ટાગોર હોલમાં સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment