Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘેડમાં જળબંબાકારની સમસ્યાનો આવશે કાયમી અંત:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નદીઓના ઊંડાણ અને વિકાસકાર્યોની ગુણવત્તા ચકાસવા સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી

    1 week ago

    જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની જે વિકટ સમસ્યા છે, તેના કાયમી નિવારણ માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત 15 માર્ચના રોજ આ વિસ્તારની મુલાકાત લઈ હાથ ધરાયેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફુલરામા અને મેખડી ગામ નજીક ચાલી રહેલા નદીઓને ઊંડી ઉતારવાના કાર્યોનું પ્રત્યક્ષ અવલોકન કરી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેશોદમાં ઉચ્ચસ્તરીય બેઠક અને કામગીરીની સમીક્ષા નદીઓના નિરીક્ષણ બાદ મનસુખ માંડવિયાએ કેશોદ પ્રાંત ઓફિસ ખાતે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કા (Phase-1) માં થયેલી કામગીરીની પ્રગતિની વિગતો મેળવવામાં આવી હતી. સાથે જ આગામી ફેઝ-2 ના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ઘેડ વિસ્તારના લાખો લોકોના હિતમાં આ યોજના અત્યંત મહત્વની છે, તેથી તેમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. ગુણવત્તા અને સમયમર્યાદા પર વિશેષ ભાર વિકાસના કામોમાં પારદર્શિતા અને મજબૂતી જળવાઈ રહે તે માટે મનસુખ માંડવિયાએ કડક નિર્દેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકાસના કામોની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ થવી જોઈએ નહીં. અધિકારીઓને તાકીદ કરતા તેમણે કહ્યું કે, માત્ર કાગળ પરની કામગીરી પૂરતી નથી, પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે અધિકારીઓએ જાતે સ્થળ વિઝીટ (Site Visit) કરવી જોઈએ. જો અધિકારીઓ સ્થળ પર જશે તો જ ટેકનિકલ ખામીઓ અને સ્થાનિક પ્રશ્નોને સમજી શકાશે. આ ઉપરાંત તમામ કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. શું છે ઘેડનો માસ્ટર પ્લાન? ઘેડ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં દર ચોમાસે પાણી ભરાઈ રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે બહુપાંખીયો વ્યૂહ અપનાવ્યો છે: નદીઓના વહેણને ઊંડા કરવા અને પહોળા કરવા. નદીની આસપાસના આડેધડ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવા. નદીના કાંઠાને મજબૂત કરવા માટે પ્રોટેક્શન વોલનું નિર્માણ કરવું. આ તમામ કામગીરી તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને ખેતીની જમીન અને રહેણાંક વિસ્તારોને નુકસાન થતું અટકાવી શકાય. ગ્રામ્ય વિકાસ અને હાઈવેના પ્રશ્નોની ચર્ચા માત્ર સિંચાઈ જ નહીં, પરંતુ પંચાયત વિભાગ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્ય વિકાસકાર્યોમાં પણ ગુણવત્તા જળવાય તેની તકેદારી લેવા મંત્રીએ ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન નેશનલ હાઈવે અંતર્ગત રોડ-પરિવહનને લગતા વિવિધ પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ સૌનું સ્વાગત કર્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાની નવી ટીમ જાહેર:નવસારીના બે નેતાઓને પ્રદેશ મંત્રી પદ મળ્યું
    Next Article
    પારૂલ યુનિવર્સિટી બની નેશનલ રનર-અપ:39મા યુથ ફેસ્ટિવલમાં મ્યુઝિક-ડાન્સમાં પ્રથમ રહી વડોદરાનું ગૌરવ દેશભરમાં વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment