Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારૂલ યુનિવર્સિટી બની નેશનલ રનર-અપ:39મા યુથ ફેસ્ટિવલમાં મ્યુઝિક-ડાન્સમાં પ્રથમ રહી વડોદરાનું ગૌરવ દેશભરમાં વધાર્યું

    1 week ago

    વડોદરાની પારૂલ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય ફલક પર પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. પ્રતિષ્ઠિત 39મા AIU નેશનલ યુથ ફેસ્ટિવલ 2025-26માં યુનિવર્સિટીએ 'ઓવરઓલ ફર્સ્ટ રનર-અપ'નું ટાઇટલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશભરની ટોચની યુનિવર્સિટીઓ સામેની સ્પર્ધામાં પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સાહિત્ય, કલા અને સંગીત જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વડોદરાનું નામ રોશન કર્યું છે. મ્યુઝિક અને ડાન્સમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ આ ફેસ્ટિવલમાં પારૂલ યુનિવર્સિટીએ 'ઓવરઓલ મ્યુઝિક' અને 'ઓવરઓલ ડાન્સ' એમ બંને મહત્વની કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. આ ઉપરાંત, 'ઓવરઓલ લિટરરી' કેટેગરીમાં યુનિવર્સિટીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. ક્લાસિકલ ડાન્સ અને ફૉક ડાન્સમાં પ્રથમ સ્થાન મેળવી વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની ભવ્યતા રજૂ કરી હતી. સંગીત અને સાહિત્યમાં સુવર્ણ સફળતા સંગીત ક્ષેત્રે વિદ્યાર્થીઓએ અદભૂત કૌશલ્ય બતાવતા ફૉક ઓર્કેસ્ટ્રા, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો અને વેસ્ટર્ન ગ્રુપ સોંગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ઇન્સ્ટ્રુમેન્ટલ કેટેગરીમાં ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો (પર્ક્યુશન અને નોન-પર્ક્યુશન બંને) માં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. સાહિત્યિક સ્પર્ધાઓમાં હિન્દી ડિબેટ અને એલોક્યુશનમાં વિદ્યાર્થીઓ પ્રથમ રહ્યા હતા. કલા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન પરફોર્મિંગ આર્ટ્સમાં મિમ પર્ફોર્મન્સમાં દ્વિતીય, જ્યારે કાર્ટૂનિંગ અને ક્રિએટિવ કોરિયોગ્રાફીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. યુનિવર્સિટીની કલ્ચરલ પ્રોસેશન (સાંસ્કૃતિક રેલી) એ પણ ત્રીજું સ્થાન જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ગૌરવની ક્ષણ અને મહાનુભાવોનો સંદેશ આ ભવ્ય સફળતા અંગે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડીન મનીષ જાંગરાએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ વિદ્યાર્થીઓની સખત મહેનત અને સર્જનાત્મક ક્ષમતાનું પરિણામ છે. યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. પારૂલ પટેલે ઉમેર્યું કે, યુનિવર્સિટીમાં વર્ષોથી કેળવાયેલું જીવંત વાતાવરણ અને શૈક્ષણિક સાથે સાંસ્કૃતિક વિકાસની પ્રતિબદ્ધતા આજે રાષ્ટ્રીય સ્તરે ફળીભૂત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઘેડમાં જળબંબાકારની સમસ્યાનો આવશે કાયમી અંત:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નદીઓના ઊંડાણ અને વિકાસકાર્યોની ગુણવત્તા ચકાસવા સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી
    Next Article
    ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ચાણસ્મામાં સંબોધન:સુરાણી વાડીમાં કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય પર પ્રહાર કર્યા, વિઝન વગરનો પક્ષ ગણાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment