Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ચાણસ્મામાં સંબોધન:સુરાણી વાડીમાં કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય પર પ્રહાર કર્યા, વિઝન વગરનો પક્ષ ગણાવ્યો

    1 week ago

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષની મજબૂતી અને સંગઠનાત્મક લક્ષ્યો સાથે પાટણ જિલ્લાનો એક દિવસીય પ્રવાસ કર્યો હતો. ચાણસ્મા ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધતા તેમણે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્યની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા હતા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ ગણાવી આગામી પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા હાકલ કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યા બાદ જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે ચાણસ્મા ખાતે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું અને પીપળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ સુરાણી વાડી ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું. પોતાના સંબોધન દરમિયાન તેમણે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચાણસ્માના ધારાસભ્યએ વિધાનસભામાં આ વિસ્તારના કોઈ પ્રશ્નો રજૂ કર્યા નથી. તેમણે કાર્યકર્તાઓને આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા અપીલ કરી હતી. વિશ્વકર્માએ કોંગ્રેસના શાસનકાળ પર પ્રહાર કરતા કહ્યું કે, 60 વર્ષ સુધી દેશમાં રાજ કરનાર પક્ષને ક્યારેય મહિલાઓની સુવિધા માટે શૌચાલય બનાવવાનો વિચાર કેમ ન આવ્યો. તેમણે કોંગ્રેસને વિઝન વગરનો પક્ષ ગણાવ્યો હતો. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીના વખાણ કરતા જણાવ્યું કે, ભાજપ સરકારે ઘરે-ઘરે શૌચાલય, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ, ગરીબોને પાકા ઘર અને મફત અનાજ જેવી યોજનાઓ સાકાર કરી છે. નર્મદાના પાણી સરદાર સરોવરથી કચ્છ સુધી પહોંચાડવાનું કામ પણ ભાજપ શાસનમાં જ થયું છે. કોંગ્રેસના સંગઠન પર કટાક્ષ કરતા પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની આખા જિલ્લાની રેલીમાં જેટલી ખુરશીઓ ભરાતી નથી, તેનાથી વધુ ખુરશીઓ તો માત્ર ચાણસ્મા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનમાં ભરાયેલી જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ પાસે ન તો કોઈ વિઝન છે, ન તો કોઈ વિઝનરી નેતા, અને તે માત્ર ગુજરાત વિધાનસભા તથા સંસદમાં વિકાસના કામોનો વિરોધ કરવાનું જ કામ કરે છે. વધુમાં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, આજે ભારતના વિકાસનો ડંકો આખા વિશ્વમાં વાગી રહ્યો છે. અત્યાર સુધીના તમામ વડાપ્રધાનોની સરખામણીએ નરેન્દ્ર મોદીને વિદેશની ધરતી પર સૌથી વધુ સન્માન પ્રાપ્ત થયું છે. કાર્યક્રમના અંતે, તેમણે કાર્યકર્તાઓને પક્ષની મજબૂતી માટે જોડાવા અને આગામી દિવસોમાં ભાજપનો વિજય નિશ્ચિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પારૂલ યુનિવર્સિટી બની નેશનલ રનર-અપ:39મા યુથ ફેસ્ટિવલમાં મ્યુઝિક-ડાન્સમાં પ્રથમ રહી વડોદરાનું ગૌરવ દેશભરમાં વધાર્યું
    Next Article
    Hariyana Hit and Run Viral Video | એક્સપ્રેસ વે પર સેલ્ફી લેતી વખતે 1 વિદ્યાર્થીનું દુઃખદ મોત |Fatal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment