Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાની નવી ટીમ જાહેર:નવસારીના બે નેતાઓને પ્રદેશ મંત્રી પદ મળ્યું

    1 week ago

    ગુજરાત પ્રદેશ ભાજપે આદિજાતિ મોરચાની નવી ટીમની જાહેરાત કરી છે. સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી આ જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં નવસારી જિલ્લાના બે નેતાઓને પ્રદેશ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. નવનિયુક્ત પ્રદેશ મંત્રીઓમાં વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિ પટેલ અને જિલ્લાના અગ્રણી કાર્યકર મોહિત પટેલનો સમાવેશ થાય છે. આ નિમણૂકોથી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે. દીપ્તિ પટેલની પ્રદેશ મંત્રી તરીકેની જાહેરાત બાદ વાંસદા તાલુકા ભાજપના કાર્યકરો અને સમર્થકોએ ઉજવણી કરી હતી. સ્થાનિક સ્તરે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. દીપ્તિ પટેલ લાંબા સમયથી પાયાના સ્તરે લોકોના પ્રશ્નો માટે કાર્યરત છે. નવસારીના સાંસદ ધવલ પટેલે નવનિયુક્ત પદાધિકારીઓને સોશિયલ મીડિયા અને રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશ આદિજાતિ મોરચાની આ નવી ટીમ આદિવાસી સમાજના ઉત્થાન અને સરકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અન્ય વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરોએ પણ દીપ્તિ પટેલ અને મોહિત પટેલને શુભેચ્છાઓ પાઠવી છે.
    Click here to Read More
    Previous Article
    યુવા રોજગાર યોજનાનો અમદાવાદથી પ્રારંભ:રોજગારલક્ષી અભિગમ સાથે નવનિયુક્ત અધિકારીઓનું સન્માન અને આત્મનિર્ભરતા
    Next Article
    ઘેડમાં જળબંબાકારની સમસ્યાનો આવશે કાયમી અંત:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નદીઓના ઊંડાણ અને વિકાસકાર્યોની ગુણવત્તા ચકાસવા સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment