Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈ ટેન્શન વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ:બજાર-જંત્રી ભાવની વિસંગતતા દૂર કરવાની માગ સાથે સચિવાલયે ધરણા; રાજ્યભરના ખેડૂતોને એકઠા કરી આંદોલનની ચીમકી

    12 hours ago

    રાજ્યમાં હાઈ ટેન્શન વીજ લાઈન માટે જમીનમાંથી પસાર થતી લાઈનના વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. બજાર ભાવ અને જંત્રી કિંમત વચ્ચે ભારે વિસંગતતા હોવાના આક્ષેપ સાથે વિવિધ જિલ્લાઓના ખેડૂત આગેવાનો ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા. ખેડૂતોનું કહેવું છે કે, હાઈ ટેન્શન વીજ લાઈન માટે જમીન ઉપયોગમાં લેવાય ત્યારે મળતું વળતર એકસરખું નથી અને તેમાં અસમાનતા જોવા મળે છે. વળતરની પ્રક્રિયામાં અસમાનતા ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, અગાઉ સરકાર તરફથી આ મુદ્દે પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં નારાજગી વધી રહી છે. વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂત આગેવાનો સચિવાલય પહોંચીને અધિકારીઓ સમક્ષ પોતાની માગ રજૂ કરી હતી અને હાઈ ટેન્શન વીજ લાઈન માટે વળતર નક્કી કરવાની પ્રક્રિયામાં સમાનતા લાવવાની માગ કરી હતી. પરિપત્ર બહાર પાડી વળતર આપવા માગ ખેડૂતોનું કહેવું છે કે, જમીનની બજાર કિંમત અને જંત્રી કિંમત વચ્ચે મોટા તફાવતને કારણે તેમને યોગ્ય વળતર મળતું નથી. આ મુદ્દે અગાઉ કિસાન સંઘ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યું હતું. હવે સરકાર દ્વારા આપેલા આશ્વાસનને અમલમાં મૂકી તાત્કાલિક પરિપત્ર બહાર પાડવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. માગ પૂરી નહિ થાય તો રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી ઉગ્ર આંદોલન કરીશુંઃ વિરુભાઈ ખેડૂત આગેવાન વિરુભાઈ આહિરે જણાવ્યું કે, અમારી રાજ્ય સરકાર પાસે માગણી છે કે, મહાકાય કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્સન લાઈન નાખવામાં આવી છે, તેનું પૂરતુ વળતર મળે. બીજુ જે વાણિજ્ય હેતુના ઓર્ડર માટે જે કિસાન સંઘને ખાતરી આપી હતી તે હજુ સુધી પૂરી થઈ નથી. ત્રણ મહિના થવા આવ્યાં છે એટલે આજે અમે મુખ્યમંત્રી અને મંત્રી સાહેબને રજૂઆત કરવા આવ્યાં છીએ. અમે માગણી કરીએ છીએ કે અમારો વાણિજ્ય હેતુનો દર અને જંત્રી દર છે તે આપો, નહિ તો આખા રાજ્યના ખેડૂતોને ભેગા કરીને ઉગ્ર આંદોલન કરીશું અને અમે અમારો હક્ક લઈને જ ઝંપીશું.
    Click here to Read More
    Previous Article
    નર્સ ભરતી મામલે વિવાદ ગરમાયો:ખોટો ઓર્ડર વાઇરલ કરનાર સામે પોલીસ ફરિયાદ કર્યાનો મંત્રી પ્રફુલ પાનસેરિયાનો દાવો
    Next Article
    પાટણમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1નું આઠમું અધિવેશન સંપન્ન:'કોહિનૂર'માં 400થી વધુ ડેલિગેટોની વિશેષ ઉપસ્થિતિ રહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment