Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1નું આઠમું અધિવેશન સંપન્ન:'કોહિનૂર'માં 400થી વધુ ડેલિગેટોની વિશેષ ઉપસ્થિતિ રહી

    10 hours ago

    ઐતિહાસિક નગરી પાટણ ખાતે આવેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 B1ના આઠમા વાર્ષિક અધિવેશન 'કોહિનૂર'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લાયન્સ પરિવારના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ પાટણના પ્રમુખ નીકુલ ચુનાવાલાએ જણાવ્યું હતું કે, આ વાર્ષિક અધિવેશનનું વિધિવત ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર તેમજ કે.સી. પટેલ જેવા અગ્રણી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અધિવેશન દરમિયાન લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગવંતી કેવી રીતે બનાવી શકાય અને સમાજના છેવાડાના માનવી સુધી સેવાઓ કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે ઉપસ્થિત વક્તાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કોન્ફરન્સના ચેરમેન ગૌરવભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર આયોજન અત્યંત સફળ રહ્યું હતું. આ અધિવેશનની મુખ્ય વિશેષતા અંગે માહિતી આપતા જણાવાયું હતું કે, રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 400થી વધુ ડેલિગેટોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સાથે જ અધિવેશનમાં નવા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જે લાયન્સ પરિવાર માટે એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થયું છે. સમગ્ર કાર્યક્રમમાં લાયન્સ પરિવારના વિવિધ શહેરો ના પ્રમુખો અને ડિસ્ટ્રિક્ટ ઓફિસરોએ હાજર રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હાઈ ટેન્શન વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ:બજાર-જંત્રી ભાવની વિસંગતતા દૂર કરવાની માગ સાથે સચિવાલયે ધરણા; રાજ્યભરના ખેડૂતોને એકઠા કરી આંદોલનની ચીમકી
    Next Article
    Patidar Samaj LIVE | ખેડામાં પાટીદાર દિકરીને પરત લાવવા બેઠક | Rabari Samaj | Thakarsi | Varun Patel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment