Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્સ ભરતી મામલે વિવાદ ગરમાયો:ખોટો ઓર્ડર વાઇરલ કરનાર સામે પોલીસ ફરિયાદ કર્યાનો મંત્રી પ્રફુલ પાનસેરિયાનો દાવો

    13 hours ago

    ગુજરાતમાં નર્સોની ભરતીને લઈને થયેલા આક્ષેપો પર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષમાં રાજ્ય સરકારે કુલ 1903 નર્સોની ભરતી સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારે કરી છે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત હોવાથી મેરિટ લીસ્ટ દરેક માટે જાહેર અને જોવા માટે ઉપલબ્ધ હોય છે. લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસઃ પાનસેરિયા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ‘શિવાની’ નામની એક વ્યક્તિએ ખોટો ઓર્ડર બનાવી તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો, જેના કારણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે. આ મામલે સરકારે ગંભીર નોંધ લઈને 14 માર્ચના રોજ બપોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસ તપાસમાં સમગ્ર હકીકત બહાર આવશે અને જે કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતી ફેલાવીને સમાજમાં ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરશે તેને છોડવામાં આવશે નહીં. મંત્રીએ લોકોને અપીલ કરી કે, આવા લેભાગુ તત્વોથી સાવચેત રહે અને સાચી માહિતી સિવાય કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરે.
    Click here to Read More
    Previous Article
    ખેતીના હિસાબની માથાકૂટમાં હીરાના વેપારી પર જીવલેણ હુમલો:ચાર શખસે ખેડૂતની કારને રસ્તામાં આંતરી જીવલેણ હુમલો કર્યો; લાખોની લૂંટ ચલાવી ફરાર
    Next Article
    હાઈ ટેન્શન વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ:બજાર-જંત્રી ભાવની વિસંગતતા દૂર કરવાની માગ સાથે સચિવાલયે ધરણા; રાજ્યભરના ખેડૂતોને એકઠા કરી આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment