Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતીના હિસાબની માથાકૂટમાં હીરાના વેપારી પર જીવલેણ હુમલો:ચાર શખસે ખેડૂતની કારને રસ્તામાં આંતરી જીવલેણ હુમલો કર્યો; લાખોની લૂંટ ચલાવી ફરાર

    2 days ago

    ભાવનગર જિલ્લાના ​મૂળ નાગધણીબાના વતની અને હાલ સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા અશોક દુલાભાઈ ઈટાલિયા (ઉં.વ. 52) ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમની નાગધણીબા ગામે આવેલી વાડીમાં સંજય ગોરધનભાઈ પરમાર નામના શખસે ભાગીદારીમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉંના હિસાબના પૈસા બાબતે અશોક અને સંજય વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બાબતે પોલીસ ફરિયાદ કરવા જઈ રહેલા અશોકની કાર GJ-04-EP-8130ને ભંડારિયા માર્ગે ધોરીની વેણ પાસે ચાર શખસે આંતરી હતી. કારને રસ્તામાં આંતરી લૂંટ ચલાવી ભડી ગામના ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ, ગોપાલ પોપટભાઈ કોળી અને એક અજાણ્યો ​હુમલાખોરોએ અશોકનો કાઢલો પકડી, તેમને લાફા મારી અને તેમનું મોઢું સ્ટેરીંગ સાથે દબાવી દીધું હતું. આ દરમિયાન આરોપીઓએ ​ગળામાંથી અઢી તોલાની સોનાની રુદ્રાક્ષની માળા જેની કિંમત રૂ.2,00,000, ​હાથની આંગળીઓમાંથી બે સોનાની વીંટી કિંમત રૂ.50,000 તથા ​ડાબા હાથમાં પહેરેલી સેકોન્ડા કંપનીની ઘડિયાળ કિંમત રૂ.50,000ના મુદ્દામાલ કાઢી લીધો હતો. માર માર્યા બાદ ધમકી આપી સાથે ​હુમલાખોરોએ ખેડૂતને ધમકી આપતા કહ્યું હતું કે, આ વાડી બાજુ આવવાનું બંધ કરી દેજે, તારી વાડી સસ્તામાં લઈ લેવાની છે, તેમજ જો ફરીથી હિસાબ બાબતે માથાકૂટ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હુમલાના કારણે છાતીના ભાગે ગંભીર ઈજા થતા અશોકને તાત્કાલિક 108 મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ વોર્ડ નં. 1માં સારવાર હેઠળ છે. પાંચેય શખસ સામે ફરિયાદ દાખલ ​અશોકએ ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ, ગોપાલ પોપટભાઈ કોળી, એક અજાણ્યો ઈસમ તથા ભાગીયો સંજય પરમાર સહિત પાંચએ શખસ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 309(6), 115(2), 352, 351(3) તથા 54 મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી જમીન પર હીરા જોટવાનું ગેરકાયદે 'શિક્ષણ સામ્રાજ્ય':ગૌચરની જમીનને સરકારી ખરાબો કરાવી, તેના પર ઊભી થઈ અર્જુન એકેડમી; 1થી 12 ધોરણ માટે માત્ર 20 જ રૂમ!!
    Next Article
    નર્સ ભરતી મામલે વિવાદ ગરમાયો:ખોટો ઓર્ડર વાઇરલ કરનાર સામે પોલીસ ફરિયાદ કર્યાનો મંત્રી પ્રફુલ પાનસેરિયાનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment