Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતને ચાર શખ્સો મારમારી લૂંટ ચલાવી:ખેતીના હિસાબની માથાકૂટમાં હીરાના વેપારી પર જીવલેણ હુમલો, લાખોની લૂંટ ચલાવી શખ્સો ફરાર

    16 hours ago

    ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે ખેતીના હિસાબ બાબતે થયેલી તકરારમાં એક હીરાના વેપારીને રસ્તામાં આંતરી માર મારી અને અંદાજે રૂપિયા 3 લાખની મત્તાની લૂંટ ચલાવી ચાર શખ્સોએ મારી નાખવાની ધમકી આપતા ખેડૂતએ વરતેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​મૂળ નાગધણીબાના વતની અને હાલ સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા અશોક દુલાભાઈ ઈટાલીયા ઉં.વ. 52, જેઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમની નાગધણીબા ગામે આવેલી વાડીમાં સંજય ગોરધનભાઈ પરમાર નામના શખ્સે ભાગીદારીમાં ઘઉંનું વાવેતર કર્યું હતું, ઘઉંના હિસાબના પૈસા બાબતે અશોક અને સંજય વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી, આ બાબતે પોલીસ ફરિયાદ કરવા જઈ રહેલા અશોકની કાર GJ-04-EP-8130 ને ભંડારિયા માર્ગે ધોરીની વેણ પાસે ચાર શખ્સોએ આંતરી હતી, જેમાં ભડી ગામના ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ, ગોપાલ પોપટભાઈ કોળી અને એક અજાણ્યો ​હુમલાખોરોએ અશોકનો કાઢલો પકડી, તેમને લાફા મારી અને તેમનું મોઢું સ્ટેરીંગ સાથે દબાવી દીધું હતું આ દરમિયાન આરોપીઓએ ​ગળામાંથી અઢી તોલાની સોનાની રુદ્રાક્ષની માળા કિંમત રૂ.2,00,000, ​હાથની આંગળીઓમાંથી બે સોનાની વીંટી કિંમત રૂ.50,000 તથા ​ડાબા હાથમાં પહેરેલી સેકોન્ડા કંપનીની ઘડિયાળ કિંમત રૂ.50,000 ના મુદ્દામાલ કાઢી લીધી હતી, જ્યારે ​હુમલાખોરોએ ખેડૂતને ધમકી આપતા કહ્યું હતું કે, "આ વાડી બાજુ આવવાનું બંધ કરી દેજે, તારી વાડી સસ્તામાં લઈ લેવાની છે" તેમજ જો ફરીથી હિસાબ બાબતે માથાકૂટ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, હુમલાના કારણે છાતીના ભાગે ગંભીર ઈજા થતા અશોકને તાત્કાલિક 108 મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, હાલ તેઓ વોર્ડ નં. 1માં સારવાર હેઠળ છે, ​અશોકએ ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ, ગોપાલ પોપટભાઈ કોળી, એક અજાણ્યો ઈસમ તથા ભાગીયો સંજય પરમાર સહિત પાંચએ શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 309(6), 115(2), 352, 351(3) તથા 54 મુજબ ફરિયાદ નોંધાવી હતી, પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં MS યુનિવર્સિટીના કેમ્પસમાં મગર ઘૂસી આવ્યો:મગરને જોતા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી , ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું
    Next Article
    સુરેન્દ્રનગર પોલીસનો નવતર અભિગમ:એક જ સ્થળે પ્રશ્નોના ઉકેલ માટે 'અરજી મેળો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment