Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પોલીસનો નવતર અભિગમ:એક જ સ્થળે પ્રશ્નોના ઉકેલ માટે 'અરજી મેળો'

    17 hours ago

    સુરેન્દ્રનગર પોલીસે એક નવતર પ્રયોગ રૂપે અરજી મેળાનું આયોજન કર્યું હતું. આ મેળામાં અરજદારોને એક જ સ્થળે બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને પોલીસ વિભાગને લગતી અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવાનો પ્રયાસ કરાયો હતો. મોટી સંખ્યામાં અરજદારોએ હાજર રહી પોતાની અરજીઓ આપી હતી. રાજકોટ રેન્જ આઈ.જી. નિલિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની નિમણૂક બાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા આ પહેલ કરવામાં આવી છે. અરજદારોને લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે તે માટે એક જ સ્થળે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રજૂઆતો સાંભળી તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયાસ કરાયો. આ અરજી મેળામાં વ્યાજખોરોનો ત્રાસ, ટ્રાફિક પોલીસની કનડગત અને પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન થઈ હોવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. ચુડા, વઢવાણ, બી. ડિવિઝન, એ. ડિવિઝન અને જોરાવરનગર પોલીસ મથક ખાતે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા. સામાન્ય લોકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો, જેનાથી પારદર્શિતા વધી છે. હાજર રહેલા પોલીસ અધિકારીઓએ અરજીઓ સ્વીકારી હતી અને તાત્કાલિક સંબંધિત પોલીસકર્મીઓ કે બીટ જમાદારોને સૂચનો આપ્યા હતા. જરૂર જણાયે અરજીના આધારે ફરિયાદ નોંધવા પણ સૂચનાઓ અપાઈ હતી. અધિકારીઓની હાજરીમાં અરજીઓનો નિકાલ થતા અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી, કારણ કે અગાઉ ઘણીવાર અરજીઓ પર કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો હતી.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતને ચાર શખ્સો મારમારી લૂંટ ચલાવી:ખેતીના હિસાબની માથાકૂટમાં હીરાના વેપારી પર જીવલેણ હુમલો, લાખોની લૂંટ ચલાવી શખ્સો ફરાર
    Next Article
    Poll Body's Big Transfer Move In Bengal, Mamata Banerjee To Hit The Street

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment