Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઇકલવાળાને કહ્યું ‘હું પડુ છું જોજો.. કહીને કેનાલમાં કૂદી ગયો’:વડોદરામાં યુવકે આપઘાત કરતા દુકાન માલિકે બુમાબુમ કરી મૂકી, અઠવાડિયાથી કહેતો'તો હું આજે કેનાલમાં પડીને મરી જઈશ

    17 hours ago

    વડોદરા જિલ્લાના પાદરા પાસે મહલી કેનાલમાં ગઇકાલે(15 માર્ચ) કૂદીને યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચેલી મકરપુરા GIDC ફાયર સ્ટેશનની ટીમે માત્ર એક કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પાદરા તાલુકાના ડભાસા ગામના યુવાને આપઘાત કર્યો મળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામનો રહેવાસી અતુલભાઈ રવજીભાઈ ઠાકોર (ઉંમર 25 વર્ષ) મહલી કેનાલમાં ડૂબી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ GIDC ફાયર સ્ટેશનના સબ ઓફિસર જયદાન બારહટ અને સર સૈનિક વિપુલ સાધુ સહિતની ટીમ બોટ તથા એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડે એક કલાકમાં મૃતદેહને શોધી કાઢ્યો ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ કેનાલમાં બોટ ઉતારીને શોધખોળ શરૂ કરી હતી. એક કલાકના સમયગાળામાં યુવાનનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો અને તેને પાદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસ મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. હુ પડુ છું જોજો કહી કેનાલમાં કૂદી ગયો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા પાંચ-છ દિવસથી મૃતક યુવક સતત એવું જ કહેતો હતો કે, હું આજે કેનાલમાં પડીને મરી જઈશ, એ દિવસે એ સાઇકલ લઈને સાઈકલવાળા કાકાની દુકાન પાસે ગયો હતો. એ દુકાન કેનાલની બિલકુલ બાજુમાં જ છે. ત્યાં તેણે કાકાને કહ્યું કે હું પડુ છું જોજો અને સીધો દોટ મૂકીને કેનાલ પાસે ગયો અને ત્યાં બહાર મોબાઈલ અને હેન્ડગ્લોવ્સ કાઢી અંદર પડી ગયો હતો. આ સમગ્ર ઘટના સાઇકલની દુકાનવાળા કાકાએ જોઈ હતી અને યુવકને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને બૂમાબૂમ કરી હતી, પણ યુવક નદીમાં કૂદી ગયો હતો અને તેનું મોત થયું હતું. ચામડીની બીમારીથી કંટાળી આપઘાત કર્યો પોલીસ પૂછપરછમાં મૃતક યુવકના પિતાએ કહ્યું હતું કે, યુવકને ચામડીની બીમારી હતી, જેની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. જોકે કોઈ ફરક ન પડતા તે કંટાળી ગયો હતો. જેના કારણે તેને આ પગલું ભર્યું છે.
    Click here to Read More
    Previous Article
    બજેટ સત્રનો બીજો તબક્કો, આજે છઠ્ઠો દિવસ:રાજ્યસભામાં કાર્યકાળ પૂરો થવા પર રંજન ગોગોઈને વિદાય આપવામાં આવી
    Next Article
    રાજકોટમાં 6 શખસોએ પાઈપના ઘા ફટકારી યુવકનું ખૂન કર્યું:પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, માતાએ કહ્યું- 'મારા દીકરાને સમાધાન માટે બોલાવી મારી નાખ્યો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment