Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગોવિંદા હજુ પણ બેસ્ટ એક્ટર છે':ડેવિડ ધવને કહ્યું- ટેલેન્ટના મામલે તેમનો કોઈ મુકાબલો નથી; સેટ પર મોડા આવવા મામલે બચાવ કર્યો

    10 hours ago

    ડિરેક્ટર ડેવિડ ધવને કહ્યું છે કે- તેની સાથે કામ કરનારા કલાકારોમાં ગોવિંદા હજુ પણ બેસ્ટ એક્ટર છે. ડેવિડ તેના પુત્ર વરુણ સાથે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના ગ્રાન્ડ ફિનાલેમાં ગેસ્ટ બનીને પહોંચ્યા હતા. શો દરમિયાન ડેવિડે તેના જૂના મિત્ર ગોવિંદાના ખૂબ વખાણ કર્યા. તેણે ગોવિંદાના સેટ પર મોડા આવવાના સમાચારો પર તેનો બચાવ કર્યો અને જણાવ્યું કે કામના ટેલેન્ટના મામલે તેનો કોઈ મુકાબલો નથી. ગોવિંદાના મોડા આવવા પર કર્યો બચાવ ડેવિડ ધવને ગોવિંદાના સેટ પર મોડા આવવાના જૂના વિવાદો પર પોતાનો અભિપ્રાય આપ્યો. તેણે કહ્યું- લોકો કહે છે ને કે તે સેટ પર મોડો આવે છે, આજે કોણ મોડું નથી આવતું? તે આવે છે અને પોતાનું કામ સંપૂર્ણપણે પૂરું કરીને જાય છે. ડેવિડે આગળ કહ્યું કે તેમણે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે, પરંતુ તે બધામાં ગોવિંદા તેમને આજે પણ શ્રેષ્ઠ લાગે છે. ‘પપ્પા આજે પણ ચી ચી ભૈયાને યાદ કરે છે’ એપિસોડ દરમિયાન વરુણ ધવને જણાવ્યું કે તેમના પિતા આજે પણ ગોવિંદાના કામના ખૂબ મોટા ફેન છે. વરુણે કહ્યું, આજે પણ જ્યારે કોઈ નવો સીન લખવામાં આવે છે, ત્યારે પપ્પાને ચી ચી ભૈયા (ગોવિંદા) યાદ આવે છે. તે મને કહે છે કે જો ગોવિંદા અહીં હોત, તો તે આ કેવી રીતે કરત? તેઓ અવારનવાર મારી સરખામણી સલમાન ખાન, ગોવિંદા અને અનિલ કપૂર સાથે કરે છે. વરુણે મજાકિયા અંદાજમાં એ પણ જણાવ્યું કે જો સેટ પર કોઈ એક્ટર ખરાબ કામ કરે, તો ડેવિડ માઈક પર જ તેને 'ઠંડો એક્ટર' કહી દે છે. ‘પાર્ટનર’ ફિલ્મનો રસપ્રદ કિસ્સો સંભળાવ્યો ડેવિડે ફિલ્મ 'પાર્ટનર'ના શૂટિંગનો એક કિસ્સો શેર કર્યો. તેણે જણાવ્યું કે ગોવિંદાએ ચાર પાનાનો લાંબો સીન માત્ર એક જ વાર વાંચ્યો અને તેને એક જ ટેકમાં પૂરો કરી દીધો. ડેવિડે કહ્યું- તમે વિશ્વાસ નહીં કરો, તે ચાર પાનાનો સીન હતો. મેં શૉટ સેટ કરવાનું શરૂ કર્યું તો તેણે કહ્યું કે અત્યારે સેટ ન કરો, બસ મને પરફોર્મ કરતા જુઓ. તે સીનમાં તેણે એવી કરતબો બતાવી કે હું દંગ રહી ગયો. ગોવિંદા ખરેખર કમાલનો છે. 'ચશ્મે બદ્દૂર' ફિલ્મે કડવાશ વધારી હતી ડેવિડ અને ગોવિંદાએ સાથે મળીને 'કુલી નંબર 1', 'સાજન ચલે સસુરાલ' અને 'હીરો નંબર 1' જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી. જોકે, પાછળથી તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. ગોવિંદાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમણે ડેવિડને 'ચશ્મે બદ્દૂર' ફિલ્મનો આઇડિયા આપ્યો હતો, પરંતુ ડેવિડે તેમને જાણ કર્યા વિના તે ફિલ્મ બીજા કોઈ સાથે બનાવી લીધી. ગોવિંદાને આ વાતનું દુઃખ થયું કે તેમના જૂના મિત્રએ તેમને આ વિશે ફોન પણ ન કર્યો. આ પછી બંને વચ્ચે અંતર વધી ગયું.
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મેદાન મારી ગઈ:'ટાઈટેનિક' ફેઈમ લિયોનાર્ડોની ફિલ્મને 6 ઓસ્કાર મળ્યા પણ પોતે ચૂકી ગયો; માઈકલ જોર્ડન બેસ્ટ એક્ટર, જેસી બકલે બેસ્ટ એક્ટ્રેસ
    Next Article
    સરકારી હોસ્પિટલમાં આગ, 10 દર્દીઓ ભડથું:લોકોને બચાવવામાં 11 કર્મચારીઓ દાઝ્યાં; ઓડિશાના CM કટકની હોસ્પિટલે પહોંચ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment