Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મકાન અને દુકાનમાં આગ:ફાયર વિભાગે બંને સ્થળે આગ પર કાબૂ મેળવ્યો

    10 hours ago

    મોરબી શહેરમાં અલગ-અલગ બે સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી. એક દુકાન અને એક મકાનમાં આગ લાગી હતી. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં જ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને સ્થળોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે, આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રથમ ઘટના ગાંધી ચોક પાસે તખ્તસિંહજી રોડ પર આવેલી યદુનંદન ચેમ્બરમાં બની હતી. કોઈ અગમ્ય કારણોસર દુકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં દુકાનમાં રાખેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં પણ કોઈને ઈજા થઈ ન હતી. બીજી ઘટના મોડી રાત્રે શક્તિ પ્લોટ શેરી નંબર ૧૨માં મહેશ હોટલ સામેની શેરીમાં આવેલા એક મકાનમાં બની હતી. મકાનમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી આગને ઓલવી નાખી હતી. આ બનાવમાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.
    Click here to Read More
    Previous Article
    ધોલાઈ બંદરે ફિશરીઝ વિભાગના દરોડા:ઓનલાઈન ટોકન વગર ખલાસીઓ લઈ જતી બે બોટ ઝડપાઈ
    Next Article
    પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા મેડિકલ સેવા શરૂ:સર્જિકલ સાધનો અને અન્ય સેવાઓ ટોકન દરે ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment