Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોલાઈ બંદરે ફિશરીઝ વિભાગના દરોડા:ઓનલાઈન ટોકન વગર ખલાસીઓ લઈ જતી બે બોટ ઝડપાઈ

    2 days ago

    ધોલાઈ બંદરે દરિયાઈ સુરક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે. ફિશરીઝ વિભાગે ચેકિંગ દરમિયાન બે બોટ ઝડપી પાડી છે, જેમાં નિયમ કરતાં વધુ ખલાસીઓ અને ઓનલાઈન નોંધણી વગરના શ્રમિકો દરિયામાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રથમ ઘટનામાં, ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.આર. ચાવડાની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન ધોલાઈ બંદર પર લાંગરેલી 'DARIYA DAULAT' (IND-GJ-15-MM-4059) નામની બોટની તપાસ કરવામાં આવી હતી. બોટના સંચાલક દીપકભાઈ ઉક્કડભાઈ ટંડેલ (રહે. ડુંગરી, વલસાડ) પાસેથી ઓનલાઈન ટોકન માંગવામાં આવતા જાણવા મળ્યું કે, ટોકન નંબર NVDL2802260291 માં માત્ર 7 ખલાસીઓની નોંધણી હતી, જ્યારે બોટમાં કુલ 9 ખલાસીઓ સવાર હતા. આમ, 2 ખલાસીઓની નોંધણી વગર તેમને દરિયામાં લઈ જઈ સુરક્ષા નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. બીજી એક સમાન ઘટનામાં, 'AADHYA SHAKTI' (IND-GJ-15-MM-4113) નામની બોટની તપાસ કરવામાં આવી હતી. તેના સંચાલક અરવિંદભાઈ નાનાભાઈ ટંડેલ (રહે. મોટી દાંતી, વલસાડ) પાસેથી પણ ઓનલાઈન ટોકન (NVDL2702260349) માં 7 ખલાસીઓની મંજૂરી સામે 9 ખલાસીઓ દરિયામાં માછીમારી કરવા ગયા હોવાનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બંને બોટ 27 અને 28 ફેબ્રુઆરીના રોજ દરિયામાં ગઈ હતી અને 15 માર્ચના રોજ પરત ફરી હતી. ફિશરીઝ ગાર્ડ તુલસીદાસ શંકરભાઈ પટેલની ફરિયાદ મુજબ, ઓનલાઈન ટોકનમાં ખલાસીઓની નોંધણી ન કરાવવી એ રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ગંભીર બાબત છે. દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે દરેક ખલાસીની સંપૂર્ણ વિગત સરકાર પાસે હોવી અનિવાર્ય છે. આ મામલે બંને બોટના સંચાલકો સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમની કલમ 7(4) અને 21(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પી.આઈ. એમ.આર. ચાવડા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હાપા યાર્ડમાં અત્યાધુનિક વેગન શેડ તૈયાર:રૂ. 45.41 કરોડના ખર્ચે બન્યો, મરામત ક્ષમતા વધશે
    Next Article
    મોરબીમાં મકાન અને દુકાનમાં આગ:ફાયર વિભાગે બંને સ્થળે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment