Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા મેડિકલ સેવા શરૂ:સર્જિકલ સાધનો અને અન્ય સેવાઓ ટોકન દરે ઉપલબ્ધ

    8 hours ago

    પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાલ પરગણા સમાજ દ્વારા મેડિકલ સેવા કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત સમાજના જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સર્જિકલ સાધન સામગ્રી, ફ્રી રોગ નિદાન કેમ્પ, ફ્રી હોમ નર્સિંગ સેવા, રાહત દરે લેબોરેટરી તપાસ, ફિઝિયોથેરાપી સેવા અને પ્રસુતાઓને સ્વાસ્થ્યવર્ધક પોષણ સામગ્રીનું વિતરણ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સેવાઓના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ શિક્ષણ સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા ડૉ. એન.આર. જોષીએ કરી હતી. આ પ્રસંગે ડૉ. નીતિન છત્રાલિયા, ડૉ. આર.જી. શ્રીમાળી, ડૉ. હાર્દિક જે. શ્રીમાળી, ડૉ. વિપુલ ડી. યાજ્ઞિક, ડૉ. સચિન કે. સાધુ, ડૉ. હાર્દિક એચ. ભટ્ટ, ડૉ. હિરેન એન. આચાર્ય, ડૉ. સૌરવ આર. શ્રીમાળી અને પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ સેવા કાર્ય થકી મેડિકલ બેડ, વ્હીલચેર, ટોઇલેટ ચેર, સ્ટીલની ટોઇલેટ ચેર, હોકર, ફોર લેગ હેન્ડસ્ટીક અને વોકર જેવા સર્જિકલ સાધનો ટોકન દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, ફ્રી રોગ નિદાન કેમ્પ, ફ્રી હોમ નર્સિંગ સેવા, રાહત દરે લેબોરેટરી તપાસ, રાહત દરે ફિઝિયોથેરાપી સેવા અને પ્રસુતાઓને સ્વાસ્થ્યવર્ધક પોષણ સામગ્રીનું વિતરણ જેવી સેવાઓ સો રૂપિયાના ટોકન દરે આપવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે, તેમ સંયોજક ટીમના મુખ્ય સંયોજક વિનોદભાઈ કરલિયાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા માટે પાટણવાડા ગુરુ બ્રાહ્મણ મેડિકલ સેવા કાર્ય સંયોજક ટીમના મુખ્ય સંયોજકો પ્રવીણભાઈ સાધુ, વિનોદભાઈ કરલિયા અને સહ-સંયોજકો પ્રેમભાઈ શ્રીમાળી, રમેશભાઈ શ્રીમાળી, અનિલભાઈ શ્રીમાળી, ડૉ. દીપકભાઈ શ્રીમાળી, કનુભાઈ નાગર, ડૉ. રમેશભાઈ શ્રીમાળી અને નવીનભાઈ વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી. પાટણના જાગૃત નગરસેવક રાજેન્દ્રભાઈ હિરવાણિયાએ શૈક્ષણિક વિકાસ સંકુલની મુલાકાત લઈ તમામ સર્જિકલ સાધનોનું નિરીક્ષણ કર્યું હતું અને સમાજની જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવનાને બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં મકાન અને દુકાનમાં આગ:ફાયર વિભાગે બંને સ્થળે આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    Why Sensex, Nifty opened in green today despite rise in oil prices

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment